લોકસભા ચૂંટણીઃ ભાજપના ઉમેદવારની 19મી યાદી જાહેર કરી પણ…

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થયું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 19મી યાદી જાહેર કરી છે. 2024ની સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં પંજાબના ત્રણ ઉમેદવારનો નામનો સમાવેશ થાય છે.
આનંદપુર સાહેબથી ડો. સુભાષ શર્મા, ફિરોઝપુરથી રાણા ગુરમીત સિંહ સોઢી અને સંગરુરથી અરવિંદ ખન્નાને ટિકિટ આપી છે. ત્રણ સંસદીય વિસ્તારમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં આનંદપુર સાહેબથી સુભાષ શર્મા સહિત ત્રણના નામ જાહેર કરતા પંજાબમાં લોકસભાની સીટ માટે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપે અત્યારે ફતેહગઢ સાહિબની સીટ પરથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
પંજાબમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 14મી સુધી થશે, જ્યારે ઉમેદવારી પત્ર પાછું લેવાની તારીખ 17મી મેના રહેશે. પંજાબમાં મતદારની રીતે જોવામાં આવે તો 2,14,21,555 મતદાર છે, જેમાં પુરુષ 1,12,67,019 અને 1,01,53,767 મહિલા છે. પંજાબ રાજ્યમાં 5.28 લાખ મતદાર પહેલી વખત મતદાન કરશે. અલબત્ત, આ વર્ષે મતદાન આપવા પાત્ર સવા પાંચ લાખથી વધુ મતદાર છે.