Lok Sabha Election Results: 280 ઉમેદવાર પહેલી વખત સાંસદ બન્યા
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election results)માં નવા ચૂંટાયેલા સભ્યોમાં 280 સભ્યો એવા છે જેઓ પ્રથમ વખત લોકસભામાં જશે જ્યારે 2019ની સંસદીય ચૂંટણીમાં 267 સભ્યો પ્રથમ વખત સાંસદ બન્યા હતા.
ચૂંટણીઓનું વિશ્લેષણ કરતી થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર, 263 નવા ચૂંટાયેલા સાંસદો છેલ્લી વખતે પણ લોકસભાના સભ્ય હતા.
આ સિવાય 16 સાંસદ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે અને તેમાંથી એક સાત વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. ફરીથી ચૂંટાયેલા સાંસદોમાંથી આઠ સાંસદોએ પોતાનો મતવિસ્તાર બદલ્યો છે અને એક સભ્ય બે મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા હતા.
18મી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) 240 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. તે પછી સમાજવાદી પાર્ટી 37 બેઠકો સાથે ત્રીજા સ્થાને છે.