લોકસભા ચૂંટણીઃ પ્રશાંત કિશોરે I.N.D.I.A. ગઠબંધનની ચિંતા વધારી, જાણો ‘પીકે’ના મોટા દાવા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી પક્ષો કેન્દ્રમાં મોદી સરકારને ટાર્ગેટ કરવામાં તક ગુમાવતી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ સત્તામાં ફરી આવવા માટે 400 સીટનો ટાર્ગેટ રાખીને ચર્ચામાં છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાના અહેવાલથી કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની ચિંતામાં વધારો થઈ શકે છે.
એની સાથે ભાજપની દક્ષિણ ભારતના રાજ્યો પર પણ નજર છે ત્યારે જાણીતા ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે (પીકે) દાવો કર્યો છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને ઉત્તર ભારતની સાથે દક્ષિણને પણ ફાયદો થશે. આ પ્રદેશમાં ભાજપની વોટ બેંકમાં પણ વધારો થશે, એવો પણ તેમણે દાવો કર્યો હતો.
આ પણ વાંચો : AAPના નેતાઓએ જંતરમંતર બહાર કર્યો વિરોધ, મોદી સરકાર પર સીધા પ્રહાર
ભાજપને રોકવાની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને રોકવાના ઘણા બધા અવસર હતા, પરંતુ ખોટા નિર્ણયોને કારણે તમામ તકો ગુમાવી છે. તેલંગણામાં ભાજપ પહેલી અથવા બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે આગળ આવી શકે છે, જે સૌથી મોટી વાત છે.
બીજી બાજુ ઓડિશામાં સૌથી વધુ સીટ જીતી શકે છે. પશ્ચિમ બંગાળમાં તો ભાજપ નંબર વન પાર્ટી તરીકે બનવા જઈ રહી છે, જ્યારે તમિલનાડુમાં ભાજપનો વોટનો શેરિંગ હિસ્સો ડબલ ડિજિટમાં પહોંચે તો નવાઈ રહેશે નહીં, એમ પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો.
આ પણ વાંચો : RJD નેતા તેજસ્વી યાદવનો PM મોદીને જવાબ, ‘ભાજપના નેતા ખુદને ભગવાન ન સમજે’
લોકસભાના મતવિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો તેલંગણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર અને કેરળ મળીને 204 જેટલી સીટ છે, પરંતુ ભાજપ આ બધા વિસ્તારોમાં પચાસ સીટ પણ જીતી શકી નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ બધા વિસ્તારોમાં 29 સીટ મળી હતી. 2019માં 47 બેઠક પર વિજય થયો હતો. આમ છતાં આ વખતની ચૂંટણીમાં ભાજપને 370 સીટ મળવાની સંભાવના નથી.
આંધ્ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે એના મુદ્દે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે આ વખતે જગન મોહન રેડ્ડી ફરી સત્તામાં આવવાનું મુશ્કેલ રહેશે. 2019માં કામ કર્યું હતું, તેથી ટીડીપીને હરાવી હતી, જે આ વખતે ભાજપનો સહયોગી પક્ષ છે. તમિલનાડુમાં કોંગ્રેસની તુલનામાં પીએમ મોદીએ સૌથી વધુ મુલાકાત લીધી છે, તેથી તમિલનાડુમાં પણ સમીકરણો બદલાઈ શકે છે.