નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election-2024: આવતીકાલથી શું બદલાશે? ચૂંટણીની તારીખો જાહેર થતાં જ લાગૂ થશે આ બંધનો…

કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આવતી કાલે બપોરે ત્રણ વાગ્યે આગામી લોકસભા ચૂંટણી-2024ની તારીખો અને કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. એક વખત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી ત્યારથી ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી દેશમાં આચાર સંહિતા પણ લાગુ થઈ જાય છે.

લોકસભાની ચૂંટણીઓ યોગ્ય પાર પડે એ માટે આચાર સંહિતા ખૂબ જ આવશ્યક હોય છે અને એક વખત દેશમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવે ત્યાર બાદ શું શું ફેરફારો આવશે કે પરિવર્તન જોવા મળશે એના વિશે આપણે આજે અહીં વાત કરીશું.

દેશમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ માટે તેના ઘટનાત્મક અધિકાર અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા વિકસીત કરવામાં આવી છે અને આ અંતર્ગત દેશના બધા રાજકીય પક્ષ અને ઉમેદવાર માટે અમુક ચોક્કસ ધોરણો જાહેર કરવામાં આવી છે.

જાહેરાત કરી શકાશે નહીં…

દેશના પ્રધાનો અને રાજ્ય સરકાર કોઈ પણ મોટું આર્થિક અનુદાન જાહેર કરનારી ઘોષણા કે એવું આશ્વાસન પણ આપી શકશે નહીં. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રધાનો કોઈ પણ વિકાસકામનું ખાત મુહૂર્ત કે શિલાન્યાસ કે કોઈ નવી યોજના શરૂ કરી શકશે નહીં. આ નિયમ સરકારી કર્મચારીઓને લાગુ થતો નથી. રસ્તા બાંધવા, પાણી પુરવઠા વગેરે સંબંધિત કોઈ પણ પ્રકારના આશ્વાસન આપવાની પરવાનગી પણ નથી આપવામાં આવતી.

તેમ જ સતાધારી પક્ષ વતી મતદારોને પ્રભાવિત કરનારી સરકારી કે કોઈ પણ સાર્વજનિક ઉપક્રમોમાં તદર્થ નિયુક્તિ કે એટલે કે વિશિષ્ટકાળ માટે નિયુક્ત કરેલા કર્મચારીની નિયુક્તિ કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવે છે. કસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોઈ પણ પ્રધાન કે અન્ય પ્રાધિકરણ કોઈ પણ ગ્રાન્ટ કે પેમેન્ટ સ્વેચ્છાનિધીમાંથી આપી શકતા નથી.

સરકારી સંશાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં

આચાર સંહિતા લાગુ થયા બાદ નેતા કે પ્રધાનની ઓફિશિયલ મિટિંગની મદદથી પણ ચૂંટણી પ્રચારનું કામ કરી શકાય નહીં. આ સિવાય ચૂંટણીના પ્રચાર માટે અધિકૃત યંત્રણા કે કર્મચારીનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.
સરકારી વાહનો જેવા કે સરકારી વિમાનો, વાહનો યંત્રસામગ્રી અને કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના કામ માટે વાપરી શકાશે નહી. ચૂંટણી સભાનું આયોજન કરવા માટે મેદાનો અને હેલિપેડ જેવા સાર્વજનિક સ્થળો સર્વ પક્ષ અને ઉમેદવારો અને સમાન શરતો અને નિયમો અનુસાર ઉપલબ્ધ કરાવી આપવા આવશ્યક છે.

રેસ્ટ હાઉસ, ડાક બંગલો અને અન્ય સરકારી ઓફિસ વગેરેનો ઉપયોગ માત્રને માત્ર સત્તાધારી પક્ષ કે તેમના ઉમેદવારો દ્વારા ન કરવામાં આવે તેમ જ ચૂંટણી પ્રચાર કાર્યાલય કે સભા લેવા માટે કોઈ પણ પક્ષ દ્વારા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

પક્ષપાતી કવરેજ પર પણ છે પ્રતિબંધ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના સમયમાં અખબારો અને અન્ય પ્રસાર માધ્યમોમાં સરકારી તિજોરીમાંથી પૈસા ખર્ચીને જાહેરાતો આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકીય સમાચારોના પક્ષપાતથી ભરપૂર કવરેજ માટે અધિકૃત માધ્યમોનો દુરુપયોગ અને સત્તાધારી પક્ષના ફાયદા માટે કે પછી સત્તાધારી પક્ષે કરેલાં કામના પ્રસિદ્ધિ માટે કરવાનું ટાળવું જોઈએ એવું પણ આદર્શ આચાર સંહિતામાં જણાવવામાં આવ્યું છે.

આચાર સંહિતાનો ભંગ થાય તો શું?

આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામાં આવે તો 1860ની ભારતીય દંડ સંહિતા, 1973ની ફૌજદારી પ્રક્રિયા સંહિતા અને 1951ના લોકપ્રતિનિધિ કાયદા સહિત અન્ય કાયદાની સંબંધિત કલમો હેઠળ તેમાં રહેલી વિશિષ્ટ જોગવાઈની અમલબજાવણી કરી શકાય છે. આ સિવાય પક્ષની માન્યતા નિલંબિત કે પાછી ખેંચવાના 1968ના ચૂંટણી ચિહ્ન આદેશના પરિચ્છેજ 16A હેઠળ ભારતીય ચૂંટણી પંચ પાસે અધિકાર છે એ અનુસાર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button