લોકસભામાં જોરદાર હંગામા વચ્ચે વિપક્ષના 8 સાંસદ સસ્પેન્ડ, વિપક્ષ લાલઘૂમ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન જોરદાર હંગામા વચ્ચે વિપક્ષના 8 સાંસદ સામે ટેબલ પર ચઢવા અને પેપર ફેંકવા મુદ્દે સ્પીકર ઓમ બિરલાએ કડક કાર્યવાહી કરી છે. સાંસદોની સામે કડક કાર્યવાહી કરતા સ્પીકરે આઠેય સાંસદને સંસદના બાકી સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ તમામ સાંસદો બજેટ સત્રમાં ભાગ નહીં લઈ શકે. વિપક્ષના હંગામા વચ્ચે ગૃહની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે વિપક્ષના સાંસદોએ ગૃહની બહાર રહીને સરકાર વિરોધ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
આપણ વાચો: લોકસભા પહેલા ભાજપમાં ગયેલા કદાવર નેતાનો દમ ઘુંટાતા ફરી કોંગ્રેસનો પંજો પકડ્યો!
પેપર ફેંકવા અને આસનની અવમાનના કરવા મુદ્દે કાર્યવાહી
વિપક્ષના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસના અમરિંદર સિંહ, રાજા વડિંગ, ગુરજીત સિંહ, વેંકટ રામન, હિબી ઈડન, ડીન કોરિયાકોસ, કિરણ કુમાર રેડ્ડી, પ્રશાંત પડોલે, એસ વેંકેટેસન અને મણિકમ ટાગોરનો સમાવેશ થાય છે. આ સાંસદોએ ગૃહમાં પેપર ઉછાળવા અને આસનની અવમાનના કરવા મુદ્દે સંસદના બજેટ સત્ર માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વેણુગોપાલે કહ્યું તો વિપક્ષના તમામ સાંસદોને સસ્પેન્ડ કરો
આ અગાઉ ટેબલ પર ચઢવા મુદ્દે સાંસદોના સવાલ પર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે સરકારને પડકારતા કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની ડ્યૂટી કરે છે. સરકારે એમને રોકી રહી છે. જો સરકાર પાસે હિંમત હોય તો સાંસદોને સસ્પેન્ડ કરીને બતાવે. કોંગ્રેસના જ નહીં, પરંતુ પૂરા વિપક્ષના તમામ સાંસદોને સસ્પેન્ડ કરો.
ઘટના અનુસાર ગૃહમાં ચર્ચા વખતે સંસદીય નિયમોના ઉલ્લંઘન કરવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહમાં ચર્ચા દરમિયાન વિપક્ષના અમુક સભ્યોએ અચાનક પેપર ફાડીને સ્પીકર પર ફેંક્યા હતા, જેનાથી સદનમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્પીકરે આ મુદ્દાને નિયમ 374 અન્વયે સાંસદોને સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમને ગૃહમાં બેસવા, ચર્ચા કરવા અને કોઈ પણ કામગીરી ભાગ લેવા માટે પ્રતિબંધ મૂક્યો છે.



