Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશમાં આખરી તબક્કા PM Modi સહિત 144 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા, આ ઉમેદવારો પર રહેશે નજર
લખનઉ: લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024 )સાતમા અને છેલ્લા તબક્કામાં શનિવારે યુપીની 13 લોકસભા બેઠક પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સહિત 144 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. રાજ્યની આ 13 બેઠકો પર લોકસભાની ચૂંટણીની સાથે સોનભદ્ર જિલ્લામાં દૂધી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે પણ 1 જૂને મતદાન થશે.
13 બેઠકો પર કુલ 2,50,56877 મતદારો
યુપીની 13 બેઠકો પર વડાપ્રધાન મોદી સહિત કુલ 144 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 134 પુરૂષો અને 10 મહિલાઓ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સાતમા તબક્કામાં લોકસભાની 13 બેઠકો પર કુલ 2,50,56877 મતદારો છે. જેમાં 1,33,10897 પુરૂષો, 1,17,44 922 મહિલાઓ અને 1058 ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થાય છે.
આ બેઠકો પર મતદાન થયું હતું
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું હતું કે સોનભદ્ર જિલ્લાની દૂધી વિધાનસભા (અનામત) પેટાચૂંટણી માટે છ ઉમેદવારો મેદાનમાં છે. રિણવા અનુસાર, આ તબક્કાની 13 લોકસભા સીટોમાં મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ (અનામત), ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ (અનામત)નો સમાવેશ થાય છે.
પીએમ મોદી ઉપરાંત આ ચર્ચિત ઉમેદવારો
સાતમા તબક્કામાં યુપીની 13 લોકસભા બેઠકોમાંથી 11 સામાન્ય બેઠક છે. જ્યારે બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ તબક્કામાં વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે (ચંદૌલી), કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ (મિર્ઝાપુર) અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી (મહારાજગંજ) પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો પુત્ર નીરજ શેખર (બલિયા), માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી (ગાઝીપુર), ભોજપુરી અભિનેતા રવિ કિશન અને અભિનેત્રી કાજલ નિષાદ (ગોરખપુર)થી ચૂંટણી લડી રહ્યા છે.
એનડીએના લોકપ્રિય ઉમેદવારો
ચૂંટણીના સાતમા તબક્કામાં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના બે ઘટક પક્ષો, અપના દળ (S) અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. અપના દળ (એસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર લોકસભા બેઠક પરથી અને રિંકી કૌલ રોબર્ટસગંજ (અનામત) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ઘોસી લોકસભા મતવિસ્તારમાં સુભાસપાના(SBSP) વડા અને યુપી પંચાયતી રાજ મંત્રી ઓમપ્રકાશ રાજભરના પુત્ર અરવિંદ રાજભર મેદાનમાં છે.
મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત રહેશે
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કા અને વિધાનસભા પેટાચૂંટણી માટે શનિવારે યોજાનાર મતદાનને સલામત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવા માટે ચૂંટણી અધિકારીઓની એક ટીમ શુક્રવારે મતદાન સ્થળો માટે રવાના થશે. જેની જાણ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને કરી ચૂંટણી કાર્યકરોને સમયસર રવાના કરવા સૂચના આપવામાં આવી છે.
ફોન અથવા વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ
તેમણે કહ્યું કે મતદાનના દિવસે બૂથની અંદર ફોન અથવા વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ઓઆરએસ અને મેડિકલ કીટ રાખવામાં આવશે સાથે ઠંડા પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે.