કાશ્મીરમાં LoC પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો…
મેંધર/જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધર સેક્ટરમાં નિયંત્રણ રેખાની સુરક્ષા કરી રહેલા ભારતીય સૈનિકોએ રવિવારે એક ૩૫ વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. આ જાણકારી સુરક્ષા અધિકારીઓએ આપી હતી.
આ પણ વાંચો : આતંકવાદીઓ સાથે બિરયાની ખાનારાઓને અમે ખુલ્લા પાડીશું, જમ્મુ કાશ્મીરમાં અમિત શાહનો હુંકાર…
અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના તારિનોતે ગામના રહેવાસી હસમ શહજાદને મેંધર સબ-ડિવિઝનના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં વહેલી સવારના સુમારે આ બાજુ પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સૈનિકોએ અટકાવ્યો હતો અને અટકાયતમાં લીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે શહઝાદ વિસ્તાર નિયંત્રણ પેટ્રોલિંગને ભારતીય ક્ષેત્રમાં ૧૦૦ મીટર અંદર બ્રાવો ચેક વિસ્તાર નજીક એક નદી પાસે બિલ(જમીનમાં બનાવેલું દર)માં સંતાયેલો મળી આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ શહઝાદ પાસેથી ૧૮૦૦ રૂપિયાનું પાકિસ્તાની ચલણ, એક ઓળખ કાર્ડ અને બે મોબાઇલ સિમ કાર્ડ મળી આવ્યા હતા. તેણે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે અજાણતા નિયંત્રણ રેખા પાર આવી પહોંચ્યો હતો.