નેશનલ

લો, બોલો અમેરિકાની ધરતીના બે હિસ્સાઓમાં વહેંચાઇ ગઇ…

મહાસત્તા ગણાતા અમેરિકામાં એક અલગ જ પ્રકારના સંકટના સમાચાર છે. અહીં કેટલાક વિસ્તારોમાં માઇલો સુધી જમીનમાં તિરાડ પડવા લાગી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વિસ્તારોમાં ભૂગર્ભજળના મોટા પાયે પમ્પિંગને કારણે આ પર્યાવરણીય સંકટ ઉભું થયું છે. આ વિશાળ તિરાડો એરિઝોના, ઉટાહ અને કેલિફોર્નિયા સહિતના બીજા રાજ્યોમાં જોવા મળી હતી.

જેઓ એરિઝોના જીઓલોજિકલ સર્વેમાં પૃથ્વીની તિરાડો પર સંશોધન કરે છે, તેવા એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે કુદરત સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કરવામાં આવે ત્યારે આવી ઘટનાઓ સર્જાતી હોય છે. અહીં પાણીની સપાટી દેખાય તેટલા ખાડા ખોદીને પાણી માટો પમ્પીંગ કરવામાં આવ્યું જે ખરેખર યોગ્ય નથી. આ તિરાડો એમ જ નથી પડી. તેના માટે માણસ જ જવાબદાર છે.

અમેરિકાની જમીનમાં પડેલી તિરાડો પૃથ્વી પર થતી ગરબડનો સંકેત છે. જેના કારણે જ્યાં પાણીનો ઉપયોગ થાય છે ત્યાં શરૂઆતમાં તિરાડો દેખાય છે અને થોડાક જ સમયમાં તે એકદમ ભયાનક રીતે મોટી થઇ જાય છે જાણે કો અહી ભૂકંપ આવ્યો હોય તેવું દ્રશ્ય સર્જાય છે. એરિઝોના જીઓલોજિકલ સર્વે જે 2002થી યુએસએમાં પર્યાવરણીય સમસ્યા પર ધ્યાન રાખી રહ્યું છે, તેમણે કહ્યું હતું કે હાલમાં આ વિસ્તારોમાં ઓછામાં ઓછી 169 તિરાડો છે.

અમેરિકાના એક પેપરે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સંકટનો સંકેત છે. કારણકે અમેરિકાને 90% પાણી ભૂગર્ભજળમાંથી પૂરું પાડવામાં આવે છે. અને તેના માટે ઘણા મોટા પાયે પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે કોઇપણ જગ્યાએ ખૂબજ ઊંડું ખોદકામ કરવામાં આવે છે.

નોંધનીય છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 40 વર્ષમાં દસથી વધારે સ્થળોએ પાણીનું સ્તર તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે હવે સ્થિતી એવી ઊભી થઇ છે કે જો આ સ્ત્રોતોમાંથી ભૂગર્ભજળનું પમ્પિંગ કાઢી નાખવમાં આવે તો પણ પૃથ્વી પર તિરાડો સર્જાશે. કારણ કે પાઇપો એટલી મોટી સાઇઝની છે કે તેની જગ્યા પણ પૂરવી શક્ય નથી. ત્યારે ભૂગર્ભજળને પુનર્જીવિત કરવામાં હજારો અને લાખો વર્ષો લાગી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button