90 hours work: ઉદ્યોગપતિના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિમ્સનો વરસાદ
થોડા મહિનાઓ પહેલા ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની જરૂરિયાતની વાત કરી હતી અને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રમણ્યિને 90 કલાકનું કામ અને રવિવારે પણ કામ કરવાની વાત કહેતા વિવાદ અને ચર્ચાઓ ચાલી છે તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની મજાક પણ ઉડાડવામાં આવી છે અને મિમ્સ વાયરલ થઈ રહ્યા છે.
જ્યારે સુબ્રમણ્યિમને પૂછવામાં આવ્યું કે અરબો ખરબો ડોલરના તેમના કારોબાર છતાં કર્મચારીઓ પાસે કેમ શનિવારે પણ કામ કરાવવામાં આવે છે ત્યારે તેમણે કહ્યું કે અફસોસ કે હું રવિવારે કામ કરાવી શકતો નથી. મારું ચાલે તો રવિવારે પણ બોલાવું કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. ત્યારબાદ તેમણે ચીનના વર્ક કલ્ચરની વાત કરી અને અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ તેવું નિવેદન આપ્યું. તેમના આ નિવેદનની ચોમેર ચર્ચા ચાલી રહી છે. વિવાદો થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આમાં પણ મોનરંજન અને મજા શોધી રહ્યું છે.
એક યુઝર્સે રાજપાલ યાદવનો ડાયલૉગ લખ્યો છે, હમકો મારો હમકો ઝિંદા મત છોડો સાલો, તો બીજાએ નારાયણ ક્રિષ્ણામૂર્તિ સુબ્રમણ્યિમને કહી રહ્યા છે કે તે મારી કૉપી કરી, તેવું મિમ બન્યું છે. આવા ઘણા મિમ્સ છે અને તે જોતા લાગે છે કે લોકોને 90 કલાકના વર્ક કલ્ચરનો આઈડિયા ખાસ ગમ્યો નથી.
Also read: ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, મોદીએ કર્યું ટ્વિટ
દીપિકા પદુકોણ પણ થી નારાજ કંપનીના ચેરમેને ગઈકાલે એવી કમેન્ટ કરી હતી કે હું તો ઈચ્છું છું કે લોકો રવિવારે પણ કામ કરે, કેટલો સમય તમને પત્નીને ઘુર્યા કરશો. આ રીતે પત્નીને ઘુર્યા કરવાનું કામ જાણે તુચ્છ હોય તેવો કહેવાનો તેમનો ઈરાદો નહીં હોય, પરંતુ અભિનેત્રીએ આ વાત સામે નારાજગી દર્શાવી હતી. તેમે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે આટલી મોટી પોઝિશન પર બેસેલી વ્યક્તિ આવું નિવેદન આપે તે વાત ચોંકાવનારી છે. આ સાથે તેણે માનસિક સ્વાસ્થ્યને જોડયું છે.