લાલકૃષ્ણ અડવાણીને તબિયતમાં સુધાર થતાં હોસ્પિટલમાંથી આપી રજા

નવી દિલ્હી: ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી હતી. તેમને ગઇકાલે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે બપોરે તેમની તબિયતમાં સુધાર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે બપોરે લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર થતાં તેમને રજા આપવાની વિગતો મળી રહી છે. તેમને ન્યુરોલોજી વિભાગના ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ સારવારમાં રાખવામાં આવ્યા હતા. પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 9 વાગે અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની સાથે તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ હતી. અહીં ડો. વિનીત સુરીની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી હતી.
ગઇકાલે લાલકૃષ્ણ અડવાણીને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર થવાથી તેમને રજા આપવામાવાઈ છે. જો કે આ પહેલા 26 જૂનના રોજ પણ લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાને કારણે મોડી રાત્રે તેમણે એઇમ્સ ખાતે (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી.