લાલકૃષ્ણ અડવાણીને બોમ્બથી ઉડાવવાનો કર્યો હતો પ્રયાસ, 30 વર્ષે ઝડપાયો આતંકવાદી અબુબકર સિદ્દીકી...

લાલકૃષ્ણ અડવાણીને બોમ્બથી ઉડાવવાનો કર્યો હતો પ્રયાસ, 30 વર્ષે ઝડપાયો આતંકવાદી અબુબકર સિદ્દીકી…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 2011 માં મોટા ખતરાનો સામનો કરવો પડ્યો હતો. તમિલનાડુના મદુરાઈમાં રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણી પર આતંકવાદી હુમલાનો પ્રયાસ થયો હતો. આતંકવાદીઓ દ્વારા અડવાણીને નિશાન બનાવીને પાઇપ બોમ્બ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ ષડયંત્રમાં સામેલ આતંકવાદી અબુબકર સિદ્દીકીની લગભગ 30 વર્ષ પછી આંધ્રપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. આ આંતકવાદીઓ મામલે અત્યારે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.

કેવી રીતે આ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી?
લાલકૃષ્ણ અડવાણીને નિશાન બનાવીને પાઇપ બોમ્બ લગાવવાના કાવતરામાં સામેલ આતંકવાદીની ઓળખ અબુબકર સિદ્દીકી તરીકે થઈ છે. આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી તે મામલે પોલીસે વિગતો શેર કરી છે. પોલીસે જણાવ્યું કે, અબુબકર સિદ્દીકીની તમિલનાડુ આતંકવાદ વિરોધી ટુકડીએ આંધ્રપ્રદેશના અન્નામૈયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ખાનગી બાતમીના આધારે અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. અબુબકર સિદ્દીકીની સાથે, અન્ય એક ભાગેડુ મોહમ્મદ અલી ઉર્ફે યુનુસ ઉર્ફે મન્સૂરની પણ ધરપકડ કરવામાં આવી છે.

India TV

અબુબકર સિદ્દીકીને છેલ્લા 30 વર્ષથી શોધી રહી હતી પોલીસ
આ કેસમાં પોલીસે વધારે વિગતો આપતા જણાવ્યુ કે, 60 વર્ષીય આતંકવાદી અબૂબકર સિદ્દીકી દક્ષિણ ભારતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ હતો. આ આતંકીની પોલીસે છેલ્લા 30 વર્ષથી શોધ કરી રહી હતી. અબૂબકર પર પોલીસે 5 લાખના ઈનામની પણ જાહેર કરી હતી. જો કે, અત્યારે તે આતંકવાદીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, અબુબકર સિદ્દીકી અનેક બોમ્બ વિસ્ફોટો અને સાંપ્રદાયિક હત્યાઓમાં સામેલ હતો અને ત્રણ દાયકાથી વધુ સમયથી પોલીસથી બચીને ભાગી રહ્યો હતો, તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે.

અનેક આતંકવાદી હુમલામાં સામેલ હતો આતંકી અબુબકર સિદ્દીકી
આતંકવાદી અબુબકર સિદ્દીકીએ ઓક્ટોબર 1995માં ચિંતાદ્રિપેટમાં આવેલા હિંદુ મુન્નાનીના કાર્યાલય પર બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ સાથે 1995માં ટી મુથુકૃષ્ણનને નિશાન બનાવીને પાર્સલ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. 1999માં ઈગ્મોરમાં આવેલા ચેન્નઈ પોલીસ કમિશ્નર ઓફિસ સહિત 6 સ્થળો પર પણ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ દરેક હુમલામાં આતંકવાદી અબુબકર સિદ્દીકી સામે હતો, પરંતુ પોલીસના હાથે ઝડપાયો નહોતો. આજે 30 વર્ષ બાદ અબુબકર સિદ્દીકીની પોલીસે ધરપકડ કરી છે.

આપણ વાંચો : એલ. કે. અડવાણી માટે ગુજરાત એ હોમ પીચ બનીરહ્યું હતું: ગાંધીનગરથી પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button