અયોધ્યાઃ ભાજપના વરિષ્ઠ નેતા તેમણે રામમંદિર માટ આદોલન કર્યું, રથયાત્રા કાઢી તે લાલકૃષ્ણ અડવાણી મહોત્સવમાં જઈ શકશે નહીં. અડવાણીએ આ નિર્ણય અયોધ્યાના વાતાવરણ અને પોતાના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે અયોધ્યા નહીં જાય. ખરાબ અને ઠંડા હવામાનને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અડવાણી 96 વર્ષના છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી છે.
વરિષ્ઠ બીજેપી નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજે (22 જાન્યુઆરી) નવા રામ મંદિરમાં હાજરી આપશે નહીં. ઠંડી અને ખરાબ હવામાનને કારણે તેમણે અયોધ્યાની મુલાકાત રદ કરી છે. અડવાણી 96 વર્ષના છે. આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય લેવાયો છે. અગાઉ આમંત્રણ મળ્યું ત્યારે અડવાણી ખૂબ ખુશ હતા કારણ કે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે સૌથી વધારે આગ્રહી તેઓ રહ્યા છે અને આ માટે તેમણે ઘણી જહેમ ત પણ ઉઠાવી છે.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આયોજકોએ કહ્યું કે અયોધ્યામાં સમારોહ દરમિયાન અડવાણીને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જોકે તેમ છતાં હાલમાં અહીંના હમાનને ધ્યાનમાં રાખી તેમણે હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે.
અયોધ્યામાં સવારે 6 વાગ્યે તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આગામી થોડા કલાકો દરમિયાન તાપમાનમાં થોડો સુધારો થઈ શકે છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અયોધ્યામાં આજે ઠંડી યથાવત રહેશે. હાલમાં અહીં લઘુત્તમ તાપમાન 7 અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી છે.