પટણામાં Live Encounter ખતમઃ ફાયરિંગના કિસ્સામાં ચાર આરોપી પકડાયાં

પટણાઃ બિહારની રાજધાની પટણા સ્થિત કંકડબાગમાં પોલીસ અને બદમાશો વચ્ચે જમીન વિવાદમાં જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પર ફાયરિંગ કર્યા બાદ બદમાશો એક ઘરમાં ઘૂસી ગયા હતા. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને ગુનેગારોને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.
ચાર જણ ઝડપાયા
આ કેસમાં ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચાર ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસે ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું છે. સદર એએસપી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એસટીએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગુનેગારો નાસી ન જાય તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ચારથી પાંચ ગુનેગારે બપોરે 1.30 વાગ્યે પાંચ માળની ઈમારતમાં પ્રવેશ્યા હતા. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અંદરથી ચારથી પાંચ રાઉન્ડ ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ત્યાર બાદ એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ઓપરેશન પૂરું થયા પછી પોલીસે ચાર બદમાશની ધરપકડ કરી છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને મળ્યા જામીન
પ્રોપર્ટી વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવ પૂર્વે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુનેગારોએ પોલીસ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક પોલીસ સહિત એસટીએફની ટીમે કુશળતાપૂર્વક લીડ કરવાને કારણે ચારેય જણની ધરપકડ કરવામાં સફળતા મળી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.