નેશનલ
દિલ્લી કાર બ્લાસ્ટ એટલો ભયાનક કે મોટા ભાગના મૃતકોની ઓળખ પણ અશક્ય, કેટલા ઓળખાયા ?

દિલ્હી: ગઈ કાલે સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, દિલ્હી પોલીસ પુષ્ટિ કરી છે કે આ એક આતંકવાદી ષડ્યંત્ર હતું. આ ઘટનામાં 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5 ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.
હાલ આ ઘટનામાં મૃતકો અને ઘાયલોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
ઘાયલોની યાદી:
- શાયના પરવીન, ઉં.વ.-23, રહેવાસી ખ્વાબ બસ્તી, મીર રોડ, શકુર કી દાંડી, દિલ્હી (ઘાયલ)
- હર્ષુલ, ઉં.વ.-28, રહેવાસી ગદરપુર, ઉત્તરાખંડ (ઘાયલ)
- શિવા જયસ્વાલ, ઉં.વ.-32, રહેવાસી દેવરિયા, ઉત્તર પ્રદેશ (ઘાયલ)
- સમીર, ઉં.વ.-36, રહેવાસી મંડાવલી, દિલ્હી (ઘાયલ)
- જોગિન્દર, ઉં.વ.-28, રહેવાસી નંદ નગરી, દિલશાદ ગાર્ડન, દિલ્હી (ઘાયલ)
- ભવાની શંકર શર્મા, ઉં.વ.-30, રહેવાસી સંગમ વિહાર, દિલ્હી (ઘાયલ)
- ગીતા, ઉં.વ.-26, રેહેવાસી કૃષ્ણ વિહાર, દિલ્હી (ઘાયલ)
- વિનય પાઠક, ઉં.વ.-50, રહેવાસી આયા નગર, દિલ્હી (ઘાયલ)
- પપ્પુ, રહેવાસી ઉત્તર પ્રદેશ (ઘાયલ)
- વિનોદ, ઉં.વ.-55, રહેવાસી બટજીત નગર, દિલ્હી (ઘાયલ)
- શિવમ ઝા, ઉં.વ.-21, રહેવાસી ઉસ્માનપુર, દિલ્હી (ઘાયલ)
- અમાન ઉં.વ.-26, (ઘાયલ),
- મોહમ્મદ શાહનવાઝ, ઉં.વ.-55, રહેવાસી દરિયાગંજ, દિલ્હી (ઘાયલ)
- અંકુશ શર્મા, ઉં.વ.-28, રહેવાસી પૂર્વ રોહતાશ નગર, શાહદરા (ઘાયલ)
- મોહમ્મદ ફારૂક, ઉં.વ.-55, રહેવાસી દરિયાગંજ, દિલ્હી (ઘાયલ)
- તિલક રાજ, ઉં.વ.-45, રહેવાસી રોહમપુર, હિમાચલ પ્રદેશ (ઘાયલ)
- મોહમ્મદ સફવાન, ઉં.વ.-28, સહેવાસી સીતારામ બજાર, દિલ્હી (ઘાયલ)
- મોહમ્મદ દાઉદ, ઉં.વ.-31, રહેવાસી અશોક વિહાર, લોની, ગાઝિયાબાદ (ઘાયલ)
- કિશોરી લાલ, ઉં.વ.-42 રહેવાસી યમુના બજાર, કાશ્મીરી ગેટ, દિલ્હી (ઘાયલ)
- આઝાફ, ઉં.વ.-34 રહેવાસી કરતાર નગર, દિલ્હી (ઘાયલ)
હજુ કેટલાક ઘાયલોની વિગતો મળી નથી
મૃતકોની યાદી:
- અશોક કુમાર, ઉં.વ.-34, રહેવાસી હસનપુર, અમરોહા, ઉત્તર પ્રદેશ (મૃતક)
- અમર કટારિયા, ઉં.વ.-35, રહેવાસી શ્રીનિવાસપુરી, દિલ્હી (મૃતક)
હજુ સુધી માત્ર બે જ મૃતદેહોની ઓળખ થઇ શકી છે. જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 35, 52, 58, 28, 30, 34 વર્ષની ઉંમરના મૃતદેહો મળ્યા છે. અહેવાલ મુજબ કેટલાક શરીરના અંગો પણ મળી આવ્યા છે, DNA ટેસ્ટ મારફતે મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.
ગુપ્તચર એજન્સીઓને એવી પણ શંકા છે કે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો ડૉ. ઉમર મોહમ્મદ પણ વિસ્ફોટ થયો એ કારમાં હતો. DNA ટેસ્ટ બાદ જ તેની પુષ્ટિ થઇ શકશે.
આ પણ વાંચો…દિલ્લીનો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો, ફરીદાબાદમાંથી વિસ્ફટકો પકડાતાં બદલાયો પ્લાન, બાકી…….



