નેશનલ

મધ્યપ્રદેશની બોર્ડર નજીક દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.43 કરોડનો દારૂ ઝડપાયો…

દાહોદ : મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા દાહોદ જિલ્લાની ખંગેલા ચેકપોસ્ટ પર વ્યુહાત્મક વોચ દરમિયાન કતવારા પોલીસે રૂપિયા 1,43,49,600 ની કિંમતની વિદેશી દારૂની 905 પેટીઓ સાથે બંધ બોડીનું કન્ટેનર(કેપ્સ્યુલ) પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ પકડી પાડી રૂપિયા 20 લાખની કિંમતના કન્ટેનર સહિત કુલ રૂપિયા 1,63,54,600 નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું હતું.

દારૂનો જંગી જથ્થો ભરેલું કન્ટેનર વાયા દાહોદ થઈ વડોદરા જવાનું હતું

રાજ્યમાં કડકડતી ઠંડીની શિયાળાની મોસમમાં વધતી જતી વિદેશી દારૂની માંગને પહોંચી વળવા બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા દાહોદ જિલ્લા પોલીસ પણ એટલી જ સક્રિય બની છે. બપોરના સમયે પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ કતવારા પોલીસને તેના ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું કન્ટેનર વાયા દાહોદ થઈ વડોદરા તરફ જનાર છે.

વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી

જે બાતમીને આધારે કતવારા પોલીસે તાબડતોબ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ દાહોદ તાલુકાની ખંચેલા ચેકપોસ્ટ પર પહોંચી જઈ વ્યુહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવલ નંબરવાળું બંધ બોડીનું કન્ટેનર દૂરથી આવતું નજરે પડતાં વોચમાં ઉભેલ અને કન્ટેનર નજીક આવતાજ કતવારા પોલીસ સાબદી બની હતી. પોલીસે હાથનો ઈશારો કરી રોકી લીધું હતુ. બંધ બોડીના કન્ટેનરની તલાસી લેતાં તેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

બોટલ નંગ 10,890 ભરેલ પેટીઓ ઝડપાઈ

પોલીસે કન્ટેનરમાંથી રૂપિયા 1,43,49,600 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ફૂલ બોટલ નંગ 10,890 ભરેલ પેટીઓ નંગ 905 પકડી પાડી કન્ટેનરના ચાલક રાજસ્થાનના ભાડમેર જિલ્લાના રંગાલા ગામના 25 વર્ષીય કોહલારામ નિભારામ જાટની અટકાયત કરી તેની અંગ ઝડતી લઈ રૂપિયા ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 20 લાખની કિંમતનું કન્ટેનર (કેપ્સ્યુલ) મળી રૂપિયા 1,63,54,600 નો મુદ્દામાલ પકડી પાડી કબજે કર્યું હતું.

પ્રોહિબિશનનો ગુનોની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કન્ટેનરના ચાલક કોહલારામ નિબારામ જાટની પુછપરછ કરતા દારૂનું કન્ટેનર રાજસ્થાનના બાડમેર જિલ્લાના હોડુ ગામના અસલારામ ગૌરસીયા (જાટ), રાજસ્થાનના મનોજસિંહ તેમજ અન્ય બે મળી કુલ છ ઇસમોની મદદથી હેરાફેરી કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આ મામલે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનોની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button