નેશનલ

સિંહણે પાંચ વર્ષના માસૂમનો લીધો ભોગ: શોધખોળ બાદ મળી આવ્યા અવશેષ

જાફરાબાદ: અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામડાઓમાં જંગલી પશુઓની રંજાડના બનાવો બનતા રહે છે. સામાન્ય રીતે તો સિંહના માનવ પર બહુ જ ઓછા હુમલાઓ હોય છે, દીપડાનો આતંક વધુ જોવા મળે છે. ત્યારે જાફરાબાદ તાલુકામાં સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે.

અમરેલીના જાફરાબાદ તાલુકાના ગીરકાંઠાના નવી જીકાદ્રી ગામમાં પાંચ વર્ષના બાળકનો એક સિંહણે શિકાર કર્યો છે. ગામના વાડી વિસ્તારમાંથી સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી. સિંહણે ખેતમજૂરી કરતાં પરિવારના બાળકનો શિકાર કર્યો હતો. સ્થાનિકો અને વનવિભાગની શોધખોળ બાદ બાળકના અવશેષો મળી આવ્યા હતા.

આ પણ વાંચો : અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…

બાળકના અવશેષો મળી આવ્યા બાદ વન વિભાગ દ્વારા મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા બાળકને શિકાર બનાવનાર સિંહણને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જો કે આ દરમિયાન ગામના સરપંચ લાલભાઈ બોરીયાએ વારંવાર આ અંગે અરજીઓ કરી હોવા છતાં વનવિભાગ પર કોઇ જ નક્કર ન પગલાં ભરવાનો આરોપ મૂક્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button