સંજય ગાંધી નેશનલ પાર્કમાં સિંહણે 3 બચ્ચાઓને જન્મ આપ્યો, જુનાગઢ સાથે છે ખાસ કનેક્શન!

મુંબઈ માહાનગર વચ્ચે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP) ગઈ કાલે રાતે સિંહ બાળની કિલકારીઓથું ગુંજી ઉઠ્યું હતું. એહેવાલ મુજબ ૧૩ જાન્યુઆરીની રાત્રે SGNPમાં ભારતી નામની સિંહણે ત્રણ બચ્ચાઓનો જન્મ થયો હતો.
રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓના જણાવ્યા મુજબ સિંહણ ભારતી અને સિંહણ માનસને ત્યાં આ બચ્ચાઓનો જન્મ થયો છે, આ બંને આ જોડીને એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી અહીં લાવવામાં આવી હતી. હાલ તમામ બચ્ચા સ્વસ્થ છે.
સિંહ બાળનો જન્મ થતા SGNPના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. અધિકારીઓ આને SGNP માટે ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે. અધિકારીઓને આશા છે કે આવી ક્ષણોને કરને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે નાગરિકોમાં જાગૃતિ આવશે.
ગત વર્ષે SGNPમાં માનસી નામની સિંહણે પણ એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં, SGNPમાં 13 વાઘ અને 5 સિંહો છે. SGNPમાં હાલ 50 થી વધુ દીપડાઓ છે.
SGNP એ એક અનોખું શહેરી જંગલ છે, જે મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરથી ઘેરાયેલું છે. SGNP ને મુંબઈનું ફેફસું કહેવામાં આવે છે. SGNP વન્યજીવન સંરક્ષણ અને જનજાગૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.



