વીજળી બની વેરણઃ બંગાળમાં ત્રણ બાળક સહિત અગિયારનાં મોત
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડવાની ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે અને એ બે જણને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકનો વિસ્તાર મણિચક વિસ્તારના રહેવાસી બે સગીરવયના બાળકોની સાથે માલા વિસ્તારના સાહાપુરના એક બાળક સાથે ત્રણ બાળકનાં મોત થયા છે.
સ્થાનિકે કહ્યું હતું કે ભારે પવન ફૂંકાવવાને કારણે બગીચામાં કેરી પડતી હોવાથી બાળકો ઉદ્યાનમાં ગયા હતા ત્યારે વીજળી પડવાથી બે બાળકનાં મોત થયા હતા, જ્યારે અન્ય અલગ અલગ બનાવમાં અગિયારનાં મોત થયા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે અન્ય લોકો ગજોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અદીના અને રતુઆ વિસ્તારના બાલાપુરના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે હરીષચંદ્રપુરના એક ખેતરમાં કામ કરી રહેલા દંપતિ પર વીજળી પડવાને કારણે મોત થયા હતા.
આ ઉપરાંત, વીજળી પડવાથી ઇંગ્લિશબજાર અને મણિચક વિસ્તારના રહેવાસી છે. પશ્ચિમ બંગાળ સિવાય ઝારખંડ, ઓડિશા અને ત્રિપુરામાં વરસાદ પડવાની સાથે વીજળી પડી હતી. બાંગ્લાદેશમાં વીજળી પડવાને કારણે જનજીવન પર અસર થઈ હતી.
ઉલ્લેખનીય છે કે વૈશાખ મહિનામાં ઉત્તર-પૂર્વીય ભારતમાં મોન્સૂનની ઈંતજારી રહે છે ત્યારે આ મહિનામાં વીજળી પડવાની ઘટનાને કાલ વૈશાખી પણ કહેવાય છે, જેને આસામમાં બોર્ડેઈસિલા અને નોરવેસ્ટરના નામથી જાણીતા હતા. કાલ વૈશાખીની અસર ઝારખંડ, ઓડિશા અને ત્રિપુરા સાથે બાંગ્લાદેશમાં થઈ હતી.