નેશનલ

યુપીમાં લવ જેહાદ માટે આજીવન કેદઃ યોગી સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું

લખનઉ: યોગી સરકાર દ્વારા ફરજિયાત ધર્મપરિવર્તન અને લવજેહાદની વિરુદ્ધમાં લાવવામાં આવેલ ખરડાને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાસ કરવી લેવામાં આવ્યું છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન (એમેન્ડમેન્ટ) બિલ-2024’માં સજાને બેગણી કરી દેવામાં આવી છે.

લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેના વેચાણ માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવશે.

સંસદીય બાબતોના પ્રધાન સુરેશ ખન્નાએ સોમવારે આ બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ધર્મ પરિવર્તનના અપરાધ પ્રત્યે સરકારની સંવેદનશીલતા અને ધર્મ પરિવર્તન અને વસ્તીવિષયક પરિવર્તનમાં વિદેશી અને રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્ય યોજનાને કારણે 2021ના આ કાયદામાં દંડ દંડની રકમમાં વધારો કરવો જરૂરી બન્યો છે.

આ કાયદાને 2021 માં યુપી વિધાનસભા દ્વારા પસાર કરીને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. હવે તેમાં ફેરફાર કરીને જેલની સજા અને દંડની રકમ વધારી દેવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિના જીવન અથવા સંપત્તિને ધાર્મિક પરિવર્તન કરાવવાના ઈરાદાથી જોખમમાં મૂકે છે.

આ પણ વાંચો: રાજુ સોલંકીએ સામૂહિક ધર્મપરિવર્તન કરવાની આપી ચીમકી, કલેક્ટર કચેરીથી લીધું ફોર્મ

હવે છેતરપિંડી, દગાથી કે ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરાવવા પર 3 થી 10 વર્ષની જેલ થશે જ્યારે 25,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અગાઉના કાયદામાં આ રકમ 15 હજાર રૂપિયા હતી જ્યારે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઈ હતી.

ગેરકાયદે સામૂહિક ધર્માંતરણ માટે 7-14 વર્ષની જેલની સજા થઈ શકે છે જ્યારે દંડ મહત્તમ 1 લાખ રૂપિયા હશે. જો સગીર, મહિલા કે અનુસૂચિત જાતિ કે જનજાતિની વ્યક્તિ સામે આવો ગુનો કરવામાં આવશે તો હવે 5 થી 14 વર્ષની સખત સજા થશે જ્યારે 1 લાખ રૂપિયાનો દંડ થશે.

આ ઉપરાંત આ કાયદા હેઠળ ધર્મ પરિવર્તન માટેના ફંડિંગને પણ અપરાધના દાયરામાં લાવવામાં આવ્યો છે. આમાં વિદેશી સંસ્થાઓ અથવા કોઈપણ ગેરકાયદેસર સંસ્થા પાસેથી ભંડોળ પણ સામેલ છે. વિદેશી ફંડ સ્વીકારવા માટે ઓછામાં ઓછી સાત વર્ષ અને 14 વર્ષ સુધીની જેલની સજા છે. તેમજ 10 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.

આટલું જ નહીં, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે સગીર, મહિલા અથવા વ્યક્તિની હેરફેર પર 20 વર્ષની આજીવન કેદની સજા થશે જ્યારે દંડની રકમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. નવા કાયદા હેઠળ તમામ ગુનાઓને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે. તેમની સુનાવણી સેશન્સ કોર્ટથી ઓછી નહીં હોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?