Mutual Funds Buy ₹200 Cr in Manorama Industries

એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય બે ફંડોએ મનોરમા ઈન્ડ.નાં શૅર ખરીદ કર્યા…

નવી દિલ્હી: એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ અને બૅન્ક ઑફ ઈન્ડિયા મ્ચુચ્યુઅલ ફંડે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે મનોરમા ઈન્ડસ્ટ્રીઝના રૂ. 200 કરોડના મૂલ્યના શૅરોની ખરીદી કરી છે.

આ પણ વાંચો : Stock Market : શેરબજારના રોકાણકારોને ફળ્યું વર્ષ 2024, જાણો કેવું રહેશે 2025 નું વર્ષ…

બૉમ્બે સ્ટોક એક્સચેન્જની બ્લોક ડીલ અંગેની માહિતી અનુસાર એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ અને બૅન્ક ઑફ ઈન્ડિયા મ્ચુચ્યુઅલ ફંડે મનોરમા ઈન્ડસ્ટ્રીઝના 3.05 ટકા હિસ્સાની અથવા તો 18.18 લાખ શૅરની ખરીદી કરી છે.

આ શૅરની ખરીદી સરેરાશ શૅરદીઠ રૂ. 1100ના ભાવથી કરવામાં આવતા સંયુક્ત ધોરણે ડીલનું મૂલ્ય રૂ. 200 કરોડ રહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મનોરમા ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર અગસ્ત્ય સરાફ, વિનિતા આશીષ સરાફ અને શ્રેય સરાફે આ શૅરનું વેચાણ કર્યું છે.
વધુમાં પબ્લિક શેરહોલ્ડર રિતુ સરાફે તેનું હોલ્ડિંગ રાયપુર સ્થિત મનોરમાં ઈન્ડસ્ટ્રીઝમાં આ જ ભાવથી ડાઈવેસ્ટ કર્યું હતું.

આ પણ વાંચો : સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બીએસઈ ખાતે મનોરમા ઈન્ડસ્ટ્રીઝનાં શૅરના ભાવ 2.60 ટકા ઘટીને શૅરદીઠ રૂ. 1090.20ની સપાટીએ રહ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button