ટોપ ન્યૂઝનેશનલ

Leopards in India: ભારતમાં ચાર વર્ષમાં દીપડાની સંખ્યામાં 8%નો વધારો, આ રાજ્યમાં સૌથી દીપડા

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગુરુવારે ભારતમાં દીપડાની સ્થિતિનો અંગેનો અહેવાલ જાહેર કર્યો હતો. અહેવાલ મુજબ વર્ષ 2022માં દેશમાં 13,874 દીપડાઓ નોંધાયા છે. અહેવાલ મુજબ દેશમાં દીપડાની સંખ્યામાં ચાર વર્ષમાં 1,022નો વધારો થયો છે. વર્ષ 2018માં દીપડાની સંખ્યા 12,852 નોંધાઈ હતી, જેમાં ચાર વર્ષમાં 8%નો વધારો થયો હતો, વર્ષ 2022માં સંખ્યા 13,874 થઈ છે.

મધ્ય ભારતમાં દીપડાઓની સંખ્યા સ્થિર અથવા આંશિક વધારો નોંધાયો હતો, મધ્ય ભારતમાં વર્ષ 2018માં 8,071 અને વર્ષ 2022માં 8,820 દીપડા નોંધાય હતા. જ્યારે શિવાલિક ટેકરીઓ અને ગંગાના મેદાનોમાં ઘટાડો થયો દીપડાની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો, અહીં વર્ષ 2018માં દીપડાની સંખ્યા 1,253 અને વર્ષ 2022માં 1,109 નોંધાઈ હતી. છત્તીસગઢ, ઉત્તરાખંડ, કેરળ, ઓડિશા અને તેલંગાણા જેવા અમુક રાજ્યોમાં ડીપડાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ઉત્તરાખંડમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો – 2018માં સંખ્યા 839 હતી કે 2022માં 652 થઇ હતી.

અહેવાલ મુજબ, દેશમાં સૌથી વધુ 3907 દીપડા મધ્ય પ્રદેશમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં છે. સૌથી વધુ દીપડાની વસ્તી ધરાવતા અભયારણ્યો નાગરાજુનસાગર શ્રીશૈલમ (આંધ્રપ્રદેશ), ત્યારબાદ પન્ના (મધ્યપ્રદેશ) અને સાતપુરા (મધ્યપ્રદેશ) છે.

અહેવાલ મુજબ, “વર્ષ 2018 અને 2022 બંનેમાં લેવામાં આવેલ સેમ્પલના આંકડાઓ પર નજર કરીએ, તો વાર્ષિક વૃદ્ધિ 1.08% રહી છે. શિવાલિક ટેકરીઓ અને ગંગાના મેદાનોમાં વાર્ષિક -3.4% નો ઘટાડો જોવા મળે છે, જ્યારે મધ્ય ભારત અને પૂર્વીય ઘાટોમાં 1.5%નો વધારો નોંધાયો હતો.”

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે વન વિભાગના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે અહેવાલ સંરક્ષિત વિસ્તારોની બહાર પણ પ્રાણીઓના સંરક્ષણ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

6,41,449 કિમીમાંનો ફૂટ સર્વે દ્વારા આ અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. 32,803 સ્થાનો પર કૅમેરા મૂકવામાં આવ્યા હતા, જેની મદદથી કુલ 4,70,81,881 ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 85,488 ફોટોગ્રાફ્સમાં દીપડા કેપ્ચર થયા હતા.

દીપડાની વસ્તીમાં થયેલા વધારાને વડા પ્રધાન મોદીએ મહત્વના સમાચાર ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ X પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, “દીપડાની સંખ્યામાં આ નોંધપાત્ર વધારો જૈવવિવિધતા પ્રત્યે ભારતના અતૂટ સમર્પણનો પુરાવો છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button