નેશનલ

કૂનો નેશનલ પાર્કમાં ચિત્તો મૃત મળતા પ્રશાસનની ઊંઘ હરામ

ભોપાલઃ એક તરફ કેન્દ્ર સરકાર ફરી ચિત્તો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે અને દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી ચિત્તો લાવવાનું વિચારી રહી છે ત્યારે બીજી બાજુ કૂનો નેશનલ પાર્કથી ખૂબ અસ્વસ્થ કરનારા સમાચાર આવ્યા છે. અહીંનો એક માત્ર ખુલ્લો ફરતો ચિત્તો પવન મૃત હાલતમાં મળી આવ્યો છે અને તેના મૃત્યુ સામે શંકાની સોય સેવાઈ રહી છે.

આ ચિત્તો કૂનો પાર્કના એક નાળા પાસે મૃત હાલતમા મળી આવ્યો હતો અને તેનો અમુક ભાગ પાણીમાં ફુલી ગયો હતો. તે નાળામાં તણાઈ ગયો હોવાથી મૃત્યુ પામ્યો હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું, પરંતુ નિષ્ણાતોને તેમની થિયરી બંધબેસતી લાગતી નથી અને ચિત્તોનો શિકાર કરવાની કે તેને કોઈક રીતે પજવવાની કોશિશ થઈ હોવાનું તેમનું માનવાનું છે.
વર્ષ 2022માં પ્રોજેક્ટ ચીત્તા લૉંચ થયા બાદ 13ના મોત થયા છે. એક પછી એક ચિત્તો મોતને ભેટતા આ પ્રોજેક્ટ ટીકાને પાત્ર બન્યો છે. જોકે બીજી બાજુ અહીં કુલ 17 બચ્ચાંના જન્મ થયા છે અને તેમાંથી 12 હજુ જીવિત છે, જેને આ પ્રોજેક્ટની સફળતા તરીકે દર્શાવવામાં આવે છે. હાલમાં અહીં કુલ 24 ચિત્તો છે જે તેમાના માટે ખાસ બનાવવામાં આવેલા પિંજરામાં રહે છે.

માત્ર પવન જ હતો જે ખુલ્લા વન્ય વિસ્તારમાં ફરતો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચિત્તો ઘણા સારા તરવૈયા હોય છે અને બહારથી કોઈ હુમલો કરવામાં ન આવ્યો હોય તો તેનું તણાઈ જવું શકય નથી.

આ પણ વાંચો : મા સાથે મસ્તીઃ કૂનોના ચીત્તાઓની મા સાથેની મસ્તીની મોજ તમે પણ માણો

જોકે વન વિભાગ વિગતવાર પોસ્ટમોર્ટ્મ અહેવાલની રાહ જોઈ રહ્યું છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે ટાઈગર કન્ઝર્વેશન કમિટિ દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી ચિત્તો લાવવાનું વિચારી રહી છે અને આ માટે ઑક્ટબર મહિનામાં આ બે દેશમાં જાય તેવી સંભાવના છે. ભારતમાં ચિત્તો લાવ્યા બાદ કેન્દ્ર સરકાર તેનું માર્કે્ટિંગ કરતી હોવાના આક્ષેપો વિપક્ષોએ કર્યા હતા અને તેવામાં ચીત્તાઓનું આ રીતે માર્યા જવાથી રાજકીય પક્ષો અને પર્યાવરણવાદીઓ અને પશુપ્રેમીઓ ટીકા કરે તે સ્વાભાવિક છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button