ગ્રામીણોના હુમલા બાદ કૂનોમાં ચિત્તાઓની સુરક્ષાને લઇને ચિંતા વધી , એડવાઇઝરી જાહેર…

નવી દિલ્હી : મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Kuno National Park)બહારથી લાવવામાં આવેલા ચિત્તાઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. જેમાં વીરપુર તાલુકાના તેલિયાપુરા ગામમાં એક માદા ચિત્તા અને તેના ચાર બચ્ચા પાર્કમાંથી બહાર આવ્યા હતા અને એક ગાયનો શિકાર કર્યો હતો. જેની બાદ ગામલોકોએ ચિત્તાઓ પર પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો અને તેમને ભગાડી દીધા. આ ઘટના બાદ ગ્રામજનો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
તાત્કાલિક વન વિભાગને જાણ કરવી
શ્યોપુર વહીવટીતંત્ર અને કુનો પાર્કના અધિકારીઓએ રહેવાસીઓને શાંત રહેવા અને ચિત્તાઓને નુકસાન ન પહોંચાડવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, ચિત્તા મનુષ્યો માટે ખતરો નથી અને જો કોઈ ચિત્તા દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ.
ચિત્તાને મોટા અવાજે ભગાડવો જોઈએ
આ માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ ચિત્તા કોઈપણ પશુધનને મારી નાખે છે.તો વળતર આપવામાં આવશે ચિત્તાને મોટા અવાજે ભગાડવો જોઈએ, અને જો સલામત બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવે તો ચિત્તો માનવ વસાહતો છોડી દેશે.
આ પણ વાંચો : સુકમાના જંગલમાં 16 નકસલી ઠાર, બે જવાન ઘાયલ…
ચિત્તા અને બચ્ચા 3 દિવસ માટે ઉદ્યાનમાંથી બહાર આવ્યા
ચિત્તાઓ 3 દિવસ માટે ઉદ્યાનની બહાર હતા. જેમાં માદા ચિત્તા જ્વાલા અને તેના 4 બચ્ચાનો સમાવેશ થતો હતો. જોકે, હવે તેઓ બગીચાના જંગલ વિસ્તારમાં આવી ગયા છે. આ પહેલી વાર નથી કે ચિત્તા અને તેમના બચ્ચા ભટકી ગયા હોય આ અગાઉ પણ તેઓ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરહદે પહોંચી ગયા હતા અને માનવ વસાહતોમાં ઘૂસી ગયા હતા.