ભારતના લેહમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, NCS શેર કરી પોસ્ટ

લેહઃ ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતના લેહમાં આ ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.1 નોંઘાઈ છે. આ મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયું છે. એનસીએસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી શેર કરવામાં આવી છે.
પાકિસ્તાન બાદ તરત ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાકિસ્તાન બાદ તરત ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બંને ભૂકંપ વચ્ચેનો એકમાત્ર તફાવત એ હતો કે પાકિસ્તાનમાં 3.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 160 કિલોમીટરની ઊંડાઈએ હતું, જ્યારે ભારતના લેહમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. પાકિસ્તાનમાં શનિવારે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા 24 ઓક્ટોબરે પણ 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો : હોળીના દિવસે વહેલી સવારે આ બે રાજ્યોમાં ભૂકંપના આંચકા…
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય પ્રદેશોમાંના એકમાં આવેલા છે. આ તે સ્થાન છે જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ પ્રદેશમાં વારંવાર મધ્યમથી મજબૂત ભૂકંપ આવે છે, જે ઘણીવાર સરહદોની પેલે પાર અનુભવાય છે. ભારતમાં હવે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. જો કે, ખાસ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ સમય ભૂકંપના આંચકા વધારે આવતા હોય છે.



