લેબનાનનું આ સંગઠન ભારતમાં આતંકવાદી હુમલાની ફિરાકમાં, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
નવી દિલ્હી: ભારત પર ફરી એક મોટા આતંકવાદી હુમલાનું જોખમ છે. હિઝ્બ-ઉત-તહરિર (Hizb ut-Tahrir) નામનું સંગઠન ભારત પર હુમલો કરવાનું ષડ્યંત્ર બનાવી રહ્યું છે. ભારતની સુરક્ષા એજન્સીઓ આ આતંકી સંગઠન અંગે એલર્ટ પર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે NIAએ ગયા અઠવાડિયે બે દિવસીય આતંકવાદ વિરોધી કોન્ફરન્સમાં ભારતમાં હિઝ્બ-ઉત-તહરિર પર વિગતવાર વાત કરી હતી. આ બેઠકમાં તેલંગાણા, તમિલનાડુ, ગુવાહાટી પોલીસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને બીએસએફના આતંકવાદ વિરોધી નિષ્ણાતો પણ હાજર હતા.
લેબનાન સ્થિત કટ્ટરવાદી સંગઠન હિઝ્બ-ઉત-તહરિરએ પશ્ચિમી દેશોમાં નેટવર્ક બનાવ્યું છે. ગયા વર્ષે આ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ બ્રિટનમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પછી બ્રિટને આ જૂથ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આપણ વાંચો: Delhi Blast અંગે ગૃહ વિભાગે રિપોર્ટ માંગ્યો, NIA ને તપાસ સોંપવામાં આવી
આ સંગઠન ભારતમાં પણ ઝડપથી પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે તાજેતરમાં આ સંગઠનને UAPA હેઠળ મૂક્યું છે. આ સંગઠનના સ્લીપર સેલ મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હોવાની આશંકા છે.
એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન રજૂ કરાયેલા અહેવાલમાં આ સંગઠનના મોડ્યુલના સભ્યો વિશે વાત કરવામાં આવી હતી, જેમની આ વર્ષની શરૂઆતમાં પકડવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAને સોંપ્યો હતો. આ કેસમાં NIAએ 17 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAની તપાસમાં જાણવા મળ્યું કે તેના સભ્યો દેશભરમાં ફેલાયેલા છે. આ લોકો મધ્યપ્રદેશમાં ગુપ્ત રીતે તેમની કેડરની ભરતી કરી રહ્યા હતા અને તેને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે આ જૂથ સોશિયલ મીડિયા અને એપ્સનો ઉપયોગ કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. યુવાનોને ઉશ્કેરવા માટે આ એપ્સમાં મીટીંગો યોજવામાં આવે છે.