ટોપ ન્યૂઝનેશનલ

લીકર કેસઃ અરવિંદ કેજરીવાલને 28મી માર્ચ સુધી ઈડીના રિમાન્ડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી લીકર કેસમાં કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરી હતી. આ કેસમાં ગઈકાલે ઈડીના અધિકારીઓ બે કલાક પૂછપરછ કર્યા પછી આજે પીએમએલએ કોર્ટમાં કેજરીવાલને હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં કેજરીવાલ અને ઈડી એમ બંને પક્ષકારોની દલીલ સાંભળવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની વિરુદ્ધનો ચુકાદો કોર્ટે સુરક્ષિત રાખ્યો હતો.

આજે કોર્ટમાં બંને પક્ષની દલીલ પૂરી થઈ હતી. ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે કેજરીવાલ જ લીકર પોલીસીના માસ્ટર માઈન્ડ છે, જ્યારે હવાલાથી 45 કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. સરકારી સાક્ષીના નિવેદનોને અવગણી શકાય નહીં. 164ના અન્વયે મેજિસ્ટ્રેટની સમક્ષ થતી હોય છે, એમ એએસજી રાજુએ જણાવ્યું હતું.

ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલને સામનો કરવો પડશે. મની ટ્રેલ રિકવરી કરવી પડશે, જ્યારે આ રિમાન્ડ આપવા માટે આ યોગ્ય કેસ છે. ઈડીએ કેજરીવાલના દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા, જ્યારે કેજરીવાલના વકીલે તેનો વિરોધ કર્યો હતો. કોર્ટે છ દિવસના રિમાન્ડ માન્ય કર્યા હતા. કોર્ટે અરવિંદ કેજરીવાલને 28મી માર્ચ સુધી રિમાન્ડ આપ્યા છે.

બીજી બાજુ આજે કેજરીવાલની ધરપકડ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે દેશભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યાં હતા. કેજરીવાલની ધરપકડ લઇને આમ આદમી પાર્ટીએ શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તો આ બાજુ ભાજપે કહ્યું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે એમ કહીને પાર્ટી બંધારણનું અપમાન કરી રહી છે.

ભાજપે કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે કેજરીવાલની ધરપકડથી દિલ્હીના લોકોને સંતોષ મળ્યો છે. ભાજપનું કહેવું છે કે જેલમાંથી સરકાર ચલાવવાની વાત હેમંત સોરેને પણ કહી હતી પરંતુ ધરપકડ બાદ તેને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રિયંકા ગાંધીએ પણ આપી હતી મોટી પ્રતિક્રિયા
અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે કોંગ્રેસ સહિતની તમામ વિપશ્રી પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્ય પ્રધાનને ટાર્ગેટ બનાવવાની બાબત એકદમ ખોટી અને ગેરબંધારણીય છે. રાજકારણનું સ્તર આટલી હદે નીચે લઈ જવાનું ન તો વડા પ્રધાન અને એમની સરકારને શોભા આપતું નથી. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ કેજરીવાલની ધરપકડને વખોડી નાખી હતી.

તપાસ એજન્સી જ્યારે બોલાવે ત્યારે જવું જોઈએઃ રોબર્ટ વાડ્રા
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા સાથે ઈડી રાજને વખોડી કાઢવામાં આવ્યું છે. આ મુદ્દે રાજીવ ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે તપાસ એજન્સીએ જ્યારે જેટલી વખત બોલાવે ત્યારે જવું જઈએ. જો કંઈ ખોટું થયું નથી તો સુખ-શાંતિથી ઘરે પહોંચશે, પરંતુ આ મુદ્દે પોલિટિકલ એંગલ છે.

કેજરીવાલની ધરપકડ પછી ભાજપે આપી મોટી પ્રતિક્રિયા
ભાજપે શુક્રવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, કટ્ટર ચોર મચાયે શોર. પોસ્ટરમાં મનીષ સિસોદિયાના હાથમાં દારૂની એક બોટલ જોવા મળી રહી છે. તો સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને આપ’ સંયોજક કેજરીવાલ પણ જોવા મળી રહ્યા છે. પાર્ટીએ પોસ્ટરમાં લખ્યું છે- આપ કટ્ટર કરપ્ટ પ્રેજેન્ટ્સ-ચોર મચાયે શોર. ડિરેક્ટેડ બાય અરવિંદ કેજરીવાલ.

ભાજપે આપ પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવતો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં હિન્દી ફિલ્મ તેઝાબના એક લોકપ્રિય ગીત પર આધારિત પોસ્ટને કેપ્શન આપવામાં આવ્યું હતું- આજા કેજુ, આજા તિહાર. જેમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા તમામ આપ નેતાઓની યાદી દર્શાવાઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button