ઇન્ટરનેશનલનેશનલ

લોરેન્સ બિશ્નોઈ ગેંગે પોર્ટુગલમાં પાકિસ્તાની ગેંગસ્ટર-આતંકી શહઝાદ ભટ્ટીને પતાવવા હુમલો કર્યો પણ…

ક્રાઈમ વર્લ્ડમાં અત્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાની આતંકી શહેજાદ ભટ્ટી વચ્ચેની દુશ્મની ચરમસીમાએ પહોંચી છે. રવિવારે પોર્ટુગલમાં લોરેન્સ ગેંગ દ્વારા શહેજાદ ભટ્ટીને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ હુમલામાં ભટ્ટી ફરી એકવાર જીવતો બચી નીકળ્યો છે. આ ઘટના બાદ ભટ્ટીના કેટલાક કથિત ઓડિયો પણ વાયરલ થયા છે, જેમાં તે પોતાની સાથે કંઈક અઘટિત થયું હોવાનો સ્વીકાર કરી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, શહેજાદ ભટ્ટી પોર્ટુગલમાં બાજવા નામના વ્યક્તિના ફાર્મહાઉસ પર આશરો લઈ રહ્યો હતો. લોરેન્સ ગેંગે આ લોકેશન પર તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ જુલાઈ 2025માં પણ તંગુઆ શહેરની એક હોટલમાં ભટ્ટી પર હુમલો થયો હતો, જેમાં પણ તે બચી ગયો હતો. લોરેન્સ ગેંગે હવે ખુલ્લેઆમ ધમકી આપી છે કે ભટ્ટી દેશનો દુશ્મન છે અને આગામી સમયે તે કોઈ પણ સંજોગોમાં જીવતો બચશે નહીં.

એક સમયે લોરેન્સ બિશ્નોઈ અને શહેજાદ ભટ્ટી વચ્ચે મિત્રતા હોવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે આ સંબંધો લોહીની તરસમાં બદલાઈ ગયા છે. તાજેતરમાં ભટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોરેન્સ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો બાદ લોરેન્સ ગેંગ વધુ સક્રિય થઈ ગઈ છે અને વિદેશી ધરતી પર તેને ખતમ કરવા માટે સતત જાળ બિછાવી રહી છે.

આ સમગ્ર વિવાદમાં બાબા સિદ્દીકી હત્યાકાંડના મુખ્ય આરોપી જીશાન અખ્તરનું નામ પણ જોડાયું છે. જીશાન અખ્તરે એક વીડિયો જારી કરીને શહેજાદ ભટ્ટીનો આભાર માન્યો હતો અને દાવો કર્યો હતો કે સિદ્દીકીની હત્યા બાદ ભટ્ટીએ જ તેને ભારત બહાર ભાગવામાં મદદ કરી હતી. જીશાને પણ અનમોલ અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું, જેને કારણે ગેંગવોરની આ લડાઈ હવે વધુ ખતરનાક વળાંક પર પહોંચી ગઈ છે.

આપણ વાંચો:  મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત આવશે? NDAના MLA દિલ્હી પહોંચ્યા, આજે હાઈ લેવલ બેઠક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button