નેશનલ

નિર્દોષ સાબિત થયો લોરેન્સ બિશ્નોઇ, તો શું જેલની બહાર આવશે?

પંજાબની એક જિલ્લા અદાલતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના બે સાગરિતોને 13 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. પુરાવાના અભાવે આ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

| Also Read: Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું

આ કેસમાં લૉરેન્સ પર ફતેહગઢ સાહિબ જિલ્લાના વતની સતવિન્દર સિંહ ઉર્ફે સત્તુ પર હુમલો કરવાનો આરોપ હતો.આ મામલો પાંચ ફેબ્રુઆરી 2011નો હતો. લોરેન્સ બિશ્નોઇ પર ખાલસા કોલેજના વિદ્યાર્થી સતવિન્દરના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો અને ગોળીબાર કરવાનો આરોપ હતો. લોરેન્સ બિશ્નોઇ અને તેના બે સાથીઓએ કથિત રીતે સેક્ટર 69માં એક ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો.

આ ઘરમાં ખાલસા કોલેજના વિદ્યાર્થી સતવિન્દર ભાડેથી રહેતો હતો.આ કેસથી લોરેન્સ બિશ્નોઇએ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હોવાનું માનવામાં આવે છે.આ પહેલો ક્રિમિનલ કેસ હતો.

તેણે ત્યારબાદ ગુનાની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે લોરેન્સ સામે ગુનો નોંધ્યો હતો આ કેસની સુનાવણી વર્ષો સુધી ચાલી હતી. કોર્ટમાં દાખલ પુરાવા અને જુબાનીના આધારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ કેસમાં લોરેન્સ બિશ્નોઇ સામે પૂરતા પુરાવા નથી, તેથી કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો હતોલોરેન્સ બિશ્નોઇનું નામ દેશભરમાં એક ખુખાર ગેંગસ્ટર તરીકે જાણીતું છે. પરંતુ તેનો ગુનાખોરીના કાળા ઇતિહાસની શરૂઆત આ કેસથી થઈ હતી. તે નિર્દોષ છૂટ્યો હોવા છતાં પણ તેની સામે અન્ય ફોજદારી કેસો નોંધાયેલા છે.

| Also Read: Salman Khan પોતાની સમસ્યા પોતે સોલ્વ કરશે, Lawrence Bishnoiને લગતા સવાલ પર ખેસારીના જવાબ

આ કેસોની સુનાવણી ચાલી રહી છે, તેથી તે હાલમાં જેલમાં જ રહેશે

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker