ટોપ ન્યૂઝનેશનલ

કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો

કોલકાતા: દક્ષિણ કોલકાતાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં ઘટનાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો

મળતી માહિતી અનુસાર આ ઘટના 25 જૂનના સાંજના સમયે કોલકાતાની લૉ કોલેજના કેમ્પસમાં બની હતી. જ્યાં એક વિદ્યાર્થિની પર ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો. પોલીસની તપાસમાં મેડિકલ રિપોર્ટથી ગેંગરેપની પુષ્ટિ થઈ છે. પીડિતાના શરીર પર સ્ક્રેચ, દાંતના નિશાન અને જબરજસ્તી કર્યા હોવાના અનેક નિશાન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાના 12 કલાકની અંદર ત્રણેય આરોપીઓને પકડી લીધા છે.

આરોપીઓ અને તપાસ

આરોપીઓમાંથી એક કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રેક્ટિસિંગ ક્રિમિનલ લૉયર છે. જેનું નામ મનોજીત મિશ્રા છે. 31 વર્ષીય મુખ્ય આરોપી વિદ્યાર્થી રાજકારણમાં એક્ટિવ હોય. આ ઘટનામાં આરોપીમાં તેને સપોર્ટ કરનાર ઝૈબ અહેમદ જે 19 વર્ષીય છે અને લો કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજ યુનિયન પ્રવૃત્તિઓ દરમિયાન, તે મનોજીત મિશ્રાને મળ્યો હતો, જેના કારણે નિકટતા વધી હતી. જ્યારે અન્ય એક આરોપીનું નામ પ્રમિત મુખર્જિ ઉર્ફે પ્રમિત મુખોપાધ્યાય છે. આ 20 વર્ષીય લો કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે પીડિતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પીડિતા તરફ પ્રસ્તાવ નકારતા ઉશ્કેરાઈને આ કૃત્યને આચર્યુ હતું. જ્યારે અન્ય બે આરોપીઓ બહાર નીગરાની રાખતા હતા. કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા અને જોઈન્ટ સીપી ક્રાઈમ રૂપેશ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પીડિતાનું નિવેદન નોંધ્યું.

રાજકીય પ્રતિક્રિયાઓ

આ ઘટનાએ રાજકીય તોફાન ઉભું કર્યું છે. ભાજપે મમતા સરકાર અને ટીએમસી પર મહિલા સુરક્ષા પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ઘટનાને શરમજનક ગણાવી અને આરોપીઓને કડક સજાની માગણી કરી. ઘટનાના વિરોધમાં ભાજપ યુવા મોરચાએ કસબા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું, જે દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીના સમાચાર પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button