અમેઠી–રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ સુધી કોંગ્રેસ નામ પર હજુ પણ મૂંઝવણમાં

દેશમાં લોકસભા ચુંટણીને લઇને પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવા સમયે કોંગ્રેસ અમેઠી-રાયબરેલીમાં ઉમેદવારના નામની જાહેરાતને લઇને મૂંઝવણમાં છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને સ્પષ્ટ કહ્યું છે કે જો ગાંધી પરિવારમાંથી અમેઠી-રાયબરેલી કોઇ નહિ લડે તો ઉત્તર ભારતમાં ખોટો સંદેશ જશે. કોંગ્રેસ હાઈકમાન્ડની બુધવારે મળેલી મહત્વની બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય અમેઠી અને રાયબરેલીમાં પણ અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી.
આજે અમેઠી અને રાયબરેલીમાં નોમિનેશનનો છેલ્લો દિવસ છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી અહીંથી તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. એવી અટકળો છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્ય કેએલ શર્માના જણાવ્યા અનુસાર બુધવારે પણ રાયબરેલી અને અમેઠીમાં બેઠકો યોજાઈ હતી. તમામને આશા છે કે આ બેઠકો પરથી માત્ર ગાંધી પરિવાર જ ચૂંટણી લડશે.
ખડગેએ કહ્યું- જો અમે લડીશું નહીં તો સાચો સંદેશ નહીં જાય અમેઠી અને રાયબરેલી બેઠકોને લઈને કોંગ્રેસમાં સતત મંથન ચાલી રહ્યું છે. તમામ પાસાઓ પર ચર્ચાની સાથે સાથે જીત કે હારની સ્થિતિમાં કોંગ્રેસને શું નફો-નુકસાન થશે તેના પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આને જોતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને કહ્યું છે કે જો ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી નહીં લડે તો સમગ્ર ઉત્તર ભારતમાં ખરાબ સંદેશ જશે.
રાહુલ અમેઠીથી લડવા તૈયાર છે, પરંતુ વાયનાડ નહીં છોડે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હું અમેઠીથી ચૂંટણી લડીશ, મને હારનો ડર નથી, પરંતુ એ વાત નિશ્ચિત છે કે હું વાયનાડ નહીં છોડીશ. બીજી તરફ, પ્રિયંકા ગાંધીનું માનવું છે કે આઝાદીની ચળવળમાંથી ઉભરી આવેલી પાર્ટીના ત્રણેય ગાંધી સંસદમાં હોય તો સારું નહીં હોય.
સોનિયા ગાંધીના વીટોની રાહ જોવાઈ રહી છે ખડગેએ કહ્યું છે કે અમે સોનિયા ગાંધીએ કહ્યું છે કે અમેઠી અને રાયબરેલીથી માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જ ચૂંટણી લડી સંદેશ આપવો જરૂરી છે. આવી સ્થિતિમાં હવે સોનિયા ગાંધીના વીટોની રાહ જોવાઈ રહી છે. જો કે અમેઠી અને રાયબરેલીમાં નોમિનેશનની છેલ્લી તારીખ આવતીકાલે છે. પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખડગે અને સોનિયાના હસ્તક્ષેપને સ્વીકારશે કે નહીં તે જોવું રહ્યું.