ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઠાર, વિસ્ફટકો બનાવવામાં નિષ્ણાત હતો…

શ્રીનગર: રાજૌરી જિલ્લામાં બુધવારે સવારથી શરૂ થયેલી હિંસક અથડામણ સતત બીજા દિવસે પણ યથાવત છે. આ અથડામણમાં સુરક્ષા બળોના 2 અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં જવાનોએ 2 આંતકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે, જેમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર કોરી નામના આતંકવાદીને પણ ઠાર માર્યો છે.

રાજૌર જિલ્લાના બાજીમાલમાં છેલ્લા 26 કલાકથી હિંસક અથડામણ ચાલી રહી છે. ઠાર મરાયેલા આતંકવાદી કોરી વિશે ઘણી વિગતો સામે આવી છે. કોરીને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના આતંકી બેઝ પર તાલીમ આપવામાં આવી હતી. તે વિસ્ફોટકો બનાવવામાં નિષ્ણાત હતો. છેલ્લા એક વર્ષથી પોતાના ગ્રુપ સાથે જમ્મુ કાશ્મીરના રાજૌરી-પૂંછ વિસ્તારમાં તે એક્ટિવ હતો, તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. અંતરિયાળ વિસ્તારોમાં ગુફામાં છુપાઇને તે કામ કરતો હતો.

રાજૌરી જિલ્લાના ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમીને આધારે 22 નવેમ્બરે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તપણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જંગલમાં સંતાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અહીં બે આતંકીઓ હોવાના સમાચાર હતા.

આ ઉપરાંત CRPFએ આતંકીઓની શોધમાં પોતાના કોબ્રા કમાન્ડોને પણ તૈનાત કર્યા હતા. બુધવારે સવારે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘૂસેલા આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા અને ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો જે સાંજે 7 વાગ્યે બંધ થઈ ગયો હતો. સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘેરાયેલા બે આતંકવાદીઓને ખતમ કરવા માટે વધારાના સૈન્ય દળોને બોલાવવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button