લશ્કર-એ-તૈયબાએ હરિયાણાના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ હરિયાણાના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. લશ્કર-એ-તૈયબાએ એક પત્ર દ્વારા 13 અને 15 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપી હતી. આ માહિતી પર રેલવે પ્રશાસન સતર્ક ગયું છે. રેલવેને આ પત્ર 26 ઓક્ટોબરના રોજ મળ્યો હતો.
રેલવે પ્રશાસનને લશ્કરના એરિયા કમાન્ડર તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્ર યમુનાનગરના જગધારી રેલવે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટના નામે આવ્યો હતો. પત્રમાં જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા જેહાદીઓના મોતનો બદલો લેવાની વાત કરવામાં આવી છે.
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કથિત એરિયા કમાન્ડર કરીમ અંસારીએ હરિયાણાના કેટલાક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પત્રમાં તેણે 13 નવેમ્બરે જગધારી રેલવે સ્ટેશન, સહારનપુર, અંબાલા કેન્ટ, પાણીપત, કરનાલ, સોનીપત, ચંદીગઢ, કાલકા ઉપરાંત ભિવાની, મેરઠ અને ગાઝિયાબાદ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
ઉપરાંત પત્રમાં અંસારીએ 15 નવેમ્બરે જગધારી પાવર પ્લાન્ટ, જગધારી વર્કશોપ, રેલ કોચ ફેક્ટરી, હરિયાણાના બસ સ્ટેન્ડ સહિતના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.