સન્માન: ચીનના જ પાડોશી દેશે ભગવાન રામની ટપાલ ટિકિટ બહાર પાડી | મુંબઈ સમાચાર

સન્માન: ચીનના જ પાડોશી દેશે ભગવાન રામની ટપાલ ટિકિટ બહાર પાડી

નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલા પર ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ખાસ ટપાલ ટિકિટ પર ભગવાન રામનો ફોટો છે. જ્યારે બીજી ટિકિટમાં ગૌતમ બુદ્ધ જોવા મળે છે. આ ખાસ સ્ટેમ્પ બંને દેશોના સંયુક્ત સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો: S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે લાઓસ પીડીઆરના DPM અને FM સેલ્યુમક્સે કોમસિથના સાથે સારી મુલાકાત થઈ. તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર. મેકોંગ ગંગા સહકાર હેઠળ લાઓસ માટે 10 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ (QIP) પર એમઓયુની આપ-લે અને સફળ ડિજિટલ સોલ્યુશન્સ શેર કરવામાં સહકાર. રામાયણ અને બૌદ્ધ ધર્મના આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી ખાસ ટપાલ ટિકિટનો સેટ લોન્ચ કર્યો.

વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ અને દક્ષિણ કોરિયા, સિંગાપોર, લાઓસ અને અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી અને શિક્ષણ અને કૃષિ ટેકનોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની બેઠકમાં ભાગ લેવા માટે એસ. જયશંકર લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાનીમાં છે. વિદેશ પ્રધાન જયશંકર રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની વચ્ચે આ કાર્યક્રમ દરમિયાન બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જયશંકરે તેમના દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયા તેમજ યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર વ્યાપક ચર્ચાઓ કરી હતી.

આ પણ વાંચો: ‘આવું ફરીથી નહીં થાય’, માલદીવના વિદેશ પ્રધાને એસ જયશંકરને આવું કેમ કહ્યું?

જયશંકરે કહ્યું, “મને વિશ્વાસ છે કે અમારા મીઠાશભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ગાઢ બનશે.” તેઓ લાઓસના ગૃહ પ્રધાન વિલાયવો એનજી બૌદ્દાખમ, ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન મલૈથોંગ કોમાસિથ, વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ સાન્યા પ્રસુથ અને વિશેષ દૂત અલોન્કિયોને પણ મળ્યા હતા. જયશંકરે કહ્યું, “અમારી મહેમાનગતિ કરવા બદલ રાજદૂત પ્રશાંત અગ્રવાલનો આભાર.” જયશંકર ASEAN-ભારત, પૂર્વ એશિયા સમિટ (EAS) અને આસિયાન ક્ષેત્રીય મંચના માળખામાં આસિયાન માળખા હેઠળ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અને તેની સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે લાઓસની રાજધાનીમાં છે.

સંબંધિત લેખો

Back to top button