નેશનલ

‘મુસ્લિમોને પૂર્ણ આરક્ષણ મળવું જોઈએ…’, ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન

પટણા : બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ પ્રસાદ યાદવે (lalu yadav) મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતુ કે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, લોકો લાંબી લાઈનો લગાવીને પણ મતદાન કરવા જઈ રહ્યા છે. અનામતની વાત કરીને ચૂંટણીના વાતાવરણને પોતાની બાજુ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે મુસ્લિમોને અનામત મળવી જોઈએ. લાલુ યાદવે કહ્યું, ‘વોટ અમારી તરફ જઈ રહ્યા છે… ભાજપના લોકો ડરી ગયા છે કે તેઓ માત્ર લોકોને ભડકાવી રહ્યા છે. જનતા સમજી ગઈ છે કે બંધારણને ખતમ કરવા માંગે છે.જોઈએ.

લાલુ પ્રસાદ યાદવના નિવેદન વચ્ચે મુસ્લિમ આરક્ષણને લઈને લોક જનતા પાર્ટીના નેતા ચિરાગ પાસવાનનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે કહ્યું, ‘લોકો કહે છે કે પીએમ મોદી મુદ્દા પર વાત નથી કરતા, આ પણ ક્યાં મુદ્દાની વાત કરે છે . દરેક બાબતમાં હિન્દુ-મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે, બંધારણ ખતમ થઈ જવાની જ વાત કરે છે. કોણે કહ્યું કે અનામત ખતમ થઈ જશે, બંધારણ ખતમ થઈ જશે, કોણે કહ્યું કે લોકશાહી ખતરામાં છે. દેશમાં કટોકટી લાદીને લોકશાહીનું ખૂન કરનારા લોકો 2015માં પણ અનામત નાબૂદ કરવાની વાત કરીને હોબાળો મચાવ્યો હતો. મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના શાસન હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અન્ય પછાત સમૂહને પ્રાપ્ત થતાં અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવામાં આવતી મંજૂરી નહીં મળે.

તેમણે કહ્યું હતુ કે જ્યારે તેલંગાણાની 26 જાતિઓ OBC દરજ્જાની માંગ કરી રહી હતી ત્યારે કોંગ્રેસે તેમની માંગ પર ધ્યાન આપ્યું ન હતું અને મુસ્લિમોને રાતોરાત OBCમાં સામેલ કર્યા હતા. પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું- કોંગ્રેસના લોકો સાંભળી લે, તેના આગેવાનો સાંભળી લે, તેની આખી જમાત સાંભળી લે કે જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી દલિતો, એસસી-એસટી અને ઓબીસીના આધારે મુસ્લિમોને અનામત આપવામાં નહીં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button