નેશનલ

‘હું સંસદમાં નથી, નહીં તો..’ વક્ફ બિલ પર ચર્ચા વચ્ચે લાલુ પ્રસાદ યાદવનું નિવેદન

પટના: વકફ સુધારા બિલ 2025મામલે દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભામાંથી આ બીલ પસાર થઇ ચુક્યું છે, હાલ રાજ્યસભામાં આ બીલ મુદ્દે ચર્ચા ચાલી (Waqf amendment bill in Loksabha) રહી છે. શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો પોતપોતની દલીલો રજુ કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા લાલુ યાદવે (Lalu Prasad Yadav) ભાજપ અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS) પર પ્રહારો કર્યા છે.

લાલુ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે મને દુ:ખ છે કે જ્યારે લઘુમતીઓ, ગરીબો, મુસ્લિમો અને બંધારણને નુકશાન પહોંચડવામાં આવી રહ્યું છે, એવા ત્યારે હું સંસદમાં નથી, નહીંતર હું એકલો જ પૂરતો હોત.

નોંધનીય છે કે થોડા સમય પહેલા લાલુ યાદવનો એક જુનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે વકફ બોર્ડ સામે કડક કાયદો બનાવવા માંગ કરી હતી.

આ પણ વાંચો: લાલુ યાદવ વક્ફ બિલના સમર્થનમાં? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, જાણો શું બોલ્યા

“મૂર્ખ સંઘી-ભાજપના લોકો..”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લાલુ પ્રસાદ યાદવે લખ્યું, “તમે મૂર્ખ સંઘી-ભાજપના લોકો મુસ્લિમોની જમીનો હડપ કરવા માંગો છો, પરંતુ અમે હંમેશા વકફ જમીનોના રક્ષણ માટે કડક કાયદા બનાવ્યા છે અને તેને બનાવવામાં મદદ કરી છે. મને દુ:ખ છે કે જ્યારે લઘુમતીઓ, ગરીબો, મુસ્લિમો અને બંધારણને હાની પહોંચી રહી છે, ત્યારે હું આ મુશ્કેલ સમયમાં હું સંસદમાં નથી, નહીંતર એકલો જ પુરતો હોત.”

તેમને લખ્યું, “ભલે હું ગૃહમાં ન હોઉં, પણ લોકોના વિચારો, ભાવના અને ચિંતાઓમાં છું, આ જોઈને સારું લાગે છે. મારી વિચારધારા, નીતિ અને સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા, અડગતા અને સ્થિરતા એ મારા જીવનની સંચિત મૂડી છે.”

લાલુએ પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button