નેશનલ

લાલુ પ્રસાદની હાલત વધારે નાજુક! વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવાની તૈયારીઓ…

પટનાઃ બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની હાલત અત્યારે અતિ ગંભીર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે લાલુ પ્રસાદની સારવાર પટના સ્થિત રાબરી નિવાસસ્થાને શરૂ કરી દેવામાં આવી છે.

4 વાગે વધારે સારવાર માટે દિલ્હી જવાનું હતું પરંતુ હાલત વધારે બગડી ગઈ હોવાથી પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તબીયતની વાત કરવામાં આવે તો, અત્યારે તેમનું બીપી ડાઉન થયું હોવાથી ફ્લાઈટમાં લઈ જઈ શકાય તેમ નથી. જેથી પટનામાં જ સારવાર ચાલી રહી છે.

આપણ વાંચો: Bihar: ‘બેઉ બળિયા…’ જ્યારે નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ અચાનક આવી ગયા સામ-સામે, જુઓ Video

હાલતમાં સુધાર આવ્યા બાદ દિલ્હી લઈ જવાશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, હાલત નાજૂક હોવાથી એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, પાર્ટીના સૂત્રોએ કહ્યું કે તેમની હાલતમાં સુધાર આવ્યા બાદ દિલ્હી લઈ જવામાં આવશે.

અત્યારે ડૉક્ટરો લાલુ પ્રસાદની સારવાર કરી રહ્યા છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં નથી. સુગર 400 થી ઉપર છે, જ્યારે કિડની પણ 25 ટકાથી ઓછી કામ કરી રહી છે. જેથી હાલત વધારે નાજૂક હોવાનું લાગી રહ્યું છે.

આપણ વાંચો: Land For Job Scam: લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, નવી ચાર્જશીટ માટે CBIને મળી મંજૂરી

લાલુ પ્રસાદ યાદવની કિડનીની બીમારીથી પીડાઈ રહ્યાં છે

પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની હાલત છેલ્લા કેટલાક સમયથી ગંભીર હોવાનું સામે આવ્યું છે.. કિડની ટ્રાન્સપ્લાન્ટ અને અન્ય સ્વાસ્થ્ય કારણોસર તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે 2022 થી લાલુ પ્રસાદ કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે.

ડોક્ટરો દ્વારા તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે કિડનીનો માત્ર 25% ભાગ જ કામ કરી રહ્યો હતો. આ પછી, કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી. આ દરમિયાન તેમની દીકરી રોહિણી આચાર્યએ તેમને પોતાની એક કિડની દાન કરી હતી. સિંગાપોરમાં 05 ડિસેમ્બર 2022માં ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું હતું.

અત્યારે ફરી લાલુ પ્રસાદ યાદવની હાલત નાજૂક થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે તો પટનામાં જ તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે હાલતમાં થોડો સુધાર આવ્યાં બાદ દિલ્હી લઈ જવાના છે. પાર્ટીમાં પણ નેતાઓ ચિંતિત જોવા મળી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button