નવી દિલ્હીઃ BJPના ખૂબ જ વરિષ્ઠ અને મજબૂત નેતા તેમ જ દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી Lalkrishna Advani ને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાઝવામાં આવશે. આ જાહેરાત ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. PM Modiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ટ્વીટ કરી આ વાતની જાણ જનતાને કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીન ભારતરત્ન આપવામાં આવશે. મેં તેમની સાથે ફોન પર વાત કરી તેમને અભિનંદન આપ્યા છે. સાથે તેમણે ભારતના વિકાસમાં અડવાણીના યોગદાનને પણ બિરદાવ્યું છે.
તાજેતરમાં જ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે 96 વર્ષીય અડવાણી સમાચારો ચમક્યા હતા. રામ મંદિર માટે રથયાત્રા દ્વારા આંદોલન કરવાનો અને હિન્દુઓને ભાજપ તરફ વાળવાનો ઘણો ખરો શ્રેય તેમને જાય છે. જોકે આ સમારોહમાં નાદુરસ્ત તબિયત અને પ્રતિકૂળ વાતાવરણને લીધે તેઓ આવી શક્યા ન હતા.
"LK Advani will be conferred the Bharat Ratna," tweets PM Narendra Modi. pic.twitter.com/mJ86ieWKYY
— ANI (@ANI) February 3, 2024