જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઈતિહાસ રચાયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે શ્રીનગરના લાલ ચોર પર જન્મભૂમિ રથયાત્રા પહોંચી અને લાલ ચોકના ઘંટાઘર ક્ષેત્રમાં પહેલી જ વખત પૂજા કરવામાં આવી હતી. આ સાથે સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. તમારી જાણ માટે કે કાશ્મીરના ઈતિહાસમાં પહેલી જ વખત આ પ્રકારની રથયાત્રા અને પૂજાનું શ્રીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લાલ ચોકની આસપાસ હાજર પર્યટકોએ આ પૂજામાં ભાગ લીધો હતો અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આવું પહેલી વખત થયું છે કે અખિલ ભારતીય જન્મભૂમિ રથયાત્રા કાશ્મીરમાં પ્રવેશી હતી અને ગઈ કાલે એટલે કે બુધવારે આ યાત્રા શ્રીનગર પહોંચી હતી. શ્રીનગરના લાલ ચોક ખાતે હનુમાન મંદિર અને જેસ્ટા દેવી મંદિરની સાથે સાથે ગાંદરબલમાં ખીર ભવાની મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ આ યાત્રા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ ક્ષેત્રમાં વૈષ્ણોદેવી અને કટરાની દિશામાં આગળ વધશે.
સ્વામી ગોવિંદ સરસ્વતી મહારાજે કહ્યું હતું કે યાત્રાનો ઉદ્દેશ સમાજમાં ભક્તિ અને જાગરૂક્તા લાવવાનો છે. આ પ્રાચીન ભૂમિમાં એકતા અને ગૌરવની લાગણી પેદા કરીને રામાયણનો સંદેશ ફેલાવવાનો છે. આ યાત્રાનું લક્ષ્ય રામ જન્મભૂમિમાં રામ મંદિરની જેમ જ કર્ણાટકના કિષિકંધામાં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવાનું છે. હવે માહોલ બદલાઈ ગયો છે. પહેલાં લોકો કાશ્મીર આવતા ડરતા હતા, પરંતુ હવે એવું નથી. અમે લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં લોકોએ અમારું સ્વાગત કરતાં જોવા મળ્યા હતા.
#WATCH | Jammu & Kashmir: Hanuman Chalisa and Aarti organised yesterday near Ghanta Ghar in Srinagar, under the supervision of Swami Govinand Saraswati Maharaj. pic.twitter.com/ahrpoK4cHB
— ANI (@ANI) October 19, 2023
આ પ્રસંગે શ્રીનગરના લાલ ચોક ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ડઝનેક પર્યટકો પૂજા-પાઠ અને હવનમાં ભાગ લીધો હતો. તેમનું એવું માનવું હતું કે એક સમયે જે લાલ ચોક પર તિરંગો નહોતો લહેરાવી શકતો ત્યાં આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.