Prime Minister Narendra Modiની લક્ષદ્વીપ યાત્રા પછી આખી દુનિયામાં લક્ષદ્વીપ ટ્રેન્ડ કરવા લાગ્યું છે અને અહીંના કુદરતી સૌંદર્યની સામે માલદીવ્ઝ તો પાની કમ ચાય છે. ભવિષ્યમાં લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને માલદિવ્ઝ જવાને બદલે લક્ષદ્વીપ જવાનું વધારે પસંદ કરશે.
સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપના આટલા વખાણ થતાં જોઈને માલદિવ્ઝ ટુરીઝમ પર ચોક્કસ જ તેની વિપરીત અસર જોવા મળી રહી છે. આની સાઈડ ઈફેક્ટ દેખાવવાની શરૂ થઈ ગઈ છે કારણ કે માલદિવ્ઝના હોટેલ્સના બુકિંગ કેન્સલ થવાના પ્રમાણમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી દર વર્ષે ભારતીય નાગરિકો અને બોલીવૂડના સેલિબ્રિટીઓ લાખો રૂપિયા ખર્ચીને માલદિવ્ઝ ફરવા માટે જઈ રહ્યા છે, ત્યારે ચાલો આજે અમે તમને લક્ષદ્વીપની અનટચ્ડ બ્યુટીના દર્શન કરાવીએ.
જો સુંદરતાની વાત કરીએ તો કદાચ માલદિવ્ઝની સુંદરતા સામે લક્ષદ્વીપ ચાર ચાસણી ચડી જાય એવું છે. ઈન્ડિયન ટુરિઝમને પ્રોત્સાહન આપનાર ટુરિઝમ મિનીસ્ટ્રીના ઈન્ક્રેડિબલ ઈન્ડિયા કેમ્પેઈન દ્વારા કેટલાક એવા વીડિયો શેર કર્યા છે કે આ વીડિયો જોઈને તમારું દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે. આ સિવાય ટુરિઝમ મિનિસ્ટર જી કિશન રેડ્ડીએ ખુદ પણ લક્ષદ્વીપનો વીડિયો શેર કરીને લક્ષદ્વીપની સુંદરતાના ભરપેટ વખાણ કર્યા છે.
ઈન્ક્રેડિબલ ઈન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને લખ્યું છે ઈન્ક્રેડિબલ ઈન્ડિયા તમને રાધિકા સાતે લક્ષદ્વીપ લઈ જાય છે. અહીં મજેદાર સ્કુબા ડાઈવિંગનો આનંદ ઉઠાવવા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને કેપ્શનની સાથે હેશટેગ આપવામાં આવ્યું છે હેશટેગ DekhoApnaDesh સોશિયલ મીડિયા પર પણ DekhoApnaDesh હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.