નેશનલ

લાખો ‘પ્રવાસી’ પક્ષીઓ ઓડિશાના હિરાકુડ જળાશય પહોંચ્યા

સંબલપુર (ઓડિશા): ઓડિશાના સંબલપુર જિલ્લામાં આવેલા હિરાકુડ જળાશયમાં આ શિયાળામાં 3.42 લાખ પ્રવાસી (માઈગ્રેટરી બર્ડ્સ) પક્ષીઓ પહોંચ્યા હતા. અહી ગયા વર્ષે શિયાળામાં 3.16 લાખ પક્ષીઓ આવ્યા હતા, એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

પક્ષી ગણતરી થયા બાદ એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે આ શિયાળામાં જળાશયમાં 20 નવા સહિત 113 પ્રજાતિના 342,345 પક્ષીઓ જોવા મળ્યા હતા. હીરાકુડ વન્યજીવન વિભાગના ડીએફઓ અંશુ પ્રજ્ઞાન દાસે જણાવ્યું હતું કે ત્રણ સૌથી વધુ પક્ષીઓની પ્રજાતિઓ ટફ્ટેડ ડક (52,516), લેસર વ્હિસલિંગ ડક (49,259) અને રેડ-ક્રેસ્ટેડ પોચાર્ડ (33,436) હતા.
20 નવી જોવા મળેલી પ્રજાતિઓમાં ગ્લોસી આઇબીસ, બ્લેક બિટર્ન, ગ્રીન સેન્ડપાઇપર, કોમન સ્નાઇપ, રેડ-રમ્પ્ડ સ્વેલો, વ્હાઇટ વેગટેલ અને સાઇબેરીયન સ્ટોનચેટનો સમાવેશ થાય છે.

હિરાકુડ જળાશય વિસ્તારમાં 2024 માટે વાર્ષિક પક્ષી ગણતરી હિરાકુડ વન્યજીવન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 78 સહભાગીઓ સામેલ હતા, જેમાં 33 પક્ષી નિષ્ણાતો હતા, જેમણે સંબલપુર, બારગઢ અને ઝારસુગુડા જિલ્લાનું સર્વેક્ષણ કર્યું હતું.

દર વર્ષે કેસ્પિયન સમુદ્ર, બૈકલ લેક, મંગોલિયા, મધ્ય અને દક્ષિણપૂર્વ એશિયા અને હિમાલયમાંથી હજારો સ્થળાંતર કરનારા પક્ષીઓ નવેમ્બરથી માર્ચ દરમિયાન હિરાકુડ જળાશયને તેમનું ઘર બનાવે છે. ગયા શિયાળામાં જળાશયમાં 108 પ્રજાતિના 3.16 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા, જ્યારે 2022માં 104 પ્રજાતિના 2.08 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button