હે રામ, ‘ઝોપડી કે ભાગ…. કી, લડ્ડુ આ ગયે’ રામ રાજ્યાભિષેકમાં તિરુપતિથી આવ્યા હતા 1 લાખ લાડુ !
તિરુપતિ મંદિરનો વિવાદ દિન-પ્રતિદિન હિન્દુ આસ્થા પર વજ્ર પ્રહાર સમો બન્યો છે ત્યારે એક ચોકાવનારો ખુલાસો થતાં હિન્દુ આસ્થા સાથે મોટો ખેલ થયો હોવાની પ્રતીતિએ નવા વિવાદને જન્મ આપ્યો છે. તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબીવાળા તેલનો ઉપયોગ કોઈ રાષ્ટ્રીય આંદોલન માફક ચકરાવે ચઢ્યો છે. RSSના મુખપત્રક પાંચજન્યએ તિરુપતિ મંદિરના લાડુ મુદ્દે મોટી વાત કહી છે. અહેવાદમાં કરાયેલા દાવા મુજબ તિરુપતિ તિરુમાલા મંદિરમાથી 1 લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેંદ્ર દાસે કહ્યું કે, આ એક ષડયંત્ર હતું અને સનાતન ધર્મ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ
અહેવાલમાં કહેવાયું છે કે, અયોધ્યા રામ મંદિરના રામલલ્લા અભિષેકના દિવસે 1 લાખ લાડુ તિરુપતિ મંદિરમાથી મોકલવામાં આવ્યા હતા. અને આ લાડુ અયોધ્યા આવેલા રામ ભક્તોને વહેચવામાં આવ્યા હતા. તિરુપતિ મંદિરના પ્રસાદમાં બિફ, ડુક્કરની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ સઘળું કૃત્ય આંધ્રપ્રદેશની તત્કાલિન જગન રેડ્ડી સરકારમાં થયું હતું.
મુખ્ય પૂરજારી આચાર્ય સત્યેંદ્ર દાસે કહ્યું કે, આ કોઈ વિદેશી ષડયંત્ર છે કે દેશના જ સનાતન ધર્મ વિરોધીઓએ આ કૃત્ય કર્યું છે સરકારે તેની તપાસ કરવી જોઈએ. જે થયું તે હિન્દુ આસ્થા પર હીચકારો હુમલો છે.