લદ્દાખમાં ઊભી થયેલી અરાજકતાનો સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત સાથે શું સંબંધ?

લદ્દાખને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે ભડકેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પર્યાવરણ પ્રેમી સોનમ વાંગચુકે 15 દિવસનો અનશન તોડી નાખ્યો હતો. આ ઘટના લદ્દાખની શાંતિપૂર્ણ લડતને તણાવગ્રસ્ત બનાવી દીધી છે, અને તેમની ફેબ્રુઆરીમાં પાકિસ્તાન યાત્રા પર ફરીથી સવાલો ઉભા થયા છે.
લેહમાં બુધવારે પૂર્ણ રાજ્યનો દરજ્જાની માંગને લઈને શરૂ થયેલા પ્રદર્શનો હિંસક બન્યા, જેમાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં આગચંપી અને તોડફોડ થઈ. આમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ ઘાયલ થયા, જેમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સાધુઓનો સમાવેશ થાય છે. સોનમ વાંગચુકે આ હિંસા પછી 10 સપ્ટેમ્બરથી ચાલતો 15 દિવસનો અનશન તોડી દીધો અને યુવા પેઢીને હિંસા બંધ કરવાની અપીલ કરી.
YES I'M IN ISLAMABAD
— Sonam Wangchuk (@Wangchuk66) February 8, 2025
And yes, I praised PM Modi's #MissionLiFE
Why should anyone be surprised
Air, water, pollution & emission know no boundaries, our efforts should also not…
And good initiatives anywhere must be appreciated!
We Shall Overcome!@narendramodi#sonamwangchuk… pic.twitter.com/pgWCEa67SA
પાકિસ્તાન યાત્રા પર ફરી ઉભા થયા સવાલો
આ વર્ષે 6 ફેબ્રુઆરીએ સોનમ વાંગચુક પાકિસ્તાનના ઇસ્લામાબાદ ગયા હતા, જ્યાં તેમણે ‘બ્રેથ પાકિસ્તાન’ ક્લાઇમેટ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે ‘ગ્લેશિયલ મેલ્ટ: અ સસ્ટેઇનેબલ સ્ટ્રેટેજી ફોર ધ વોટર ટાવર્સ ઓફ સાઉથ એશિયા’ વિષય પર પેનલ ચર્ચામાં ભાગ લેવામાટે આમંત્રિત કરવામા આવ્યા હતા. હિંસા પછી આ યાત્રા પર ફરી સવાલો ઉઠ્યા છે, પરંતુ વાંગચુકે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી હતી કે પર્યાવરણના મુદ્દા સરહદોની બંધનમાં નથી બંધાતા.
પીએમ મોદીની પ્રશંસા અને પર્યાવરણની વાત
પાકિસ્તાન યાત્રા દરમિયાન વાંગચુકે સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મિશન લાઇફ’ પહેલની પ્રશંસા કરી હતી, કહ્યું કે જળ અને વાયુ પ્રદૂષણની કોઈ સીમા નથી અને સારા પ્રયાસોની પ્રશંસા કરવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વના ઘણા નેતાઓ ક્લાઇમેટ ચેન્જને અવગણે છે, ત્યારે મોદી સરકાર આ પહેલને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ વાતથી તેમની યાત્રા પર ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો હતો, અને કહ્યું કે સારી વસ્તુની પ્રશંસા કરવામાં કોઈ ખોટું નથી, ખાસ કરીને સરહદોની બાહેદમાં પર્યાવરણ માટે કામ કરતી વખતે.
આ લડત 5 ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 ના રદ્દ થયા પછી શરૂ થઈ, જ્યારે જમ્મુ-કાશ્મીરને વિભાજિત કરી લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયું હતું. ઉલ્લેખનીય છે કે વાંગચુકની લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સાથે, શષ્ઠ અનુસૂચિનો અમલ, લેહ-કારગિલ માટે અલગ લોકસભા સીટ અને નોકરીઓમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવાની જેવા ચાર મુખ્ય માગ હતી. જોકે રાજ્યમાં આ હિંસા બાદ કેન્દ્ર સરકારે વાંગચુકને જવાબદાર ગણાવ્યા હતા કહ્યું કે તેમના પ્રણવક નિવેદનોએ ભીડને ઉત્તેજિત કરી, જેમાં પોલીસે આત્મરક્ષા માટે ગોળીબાર કર્યો. હવે 6 ઓક્ટોબરે કેન્દ્ર સાથે વાતચીતનું આયોજન છે, જે શાંતિના માર્ગને પુનઃ સ્થાપિત કરી શકે.
આપણ વાંચો: હવે યુપીમાં ચાલી પોસ્ટરવોરઃ I Love Muhammad વિરુદ્ધ I Love Mahadev