લદ્દાખમાં 13,700 ફૂટની ઊંચાઈએ સ્થિત ન્યોમા એરબેઝનું ઉદ્ધાટનઃ વિશ્વનું સૌથી ઊંચું એક્ટિવ ફાઇટર એરબેઝ બન્યું

લદ્દાખ: નૉર્દન બોર્ડર પર એરફોર્સની ક્ષમતા વધારવા માટે વધુ એક એરબેઝની જરૂરિયાત જણાતી હતી, તેથી 2023માં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે 2023માં ન્યોમા એરબેઝનું વર્ચ્યુઅલી પાયો નાખ્યો હતો. આ એરબેઝ હવે તૈયાર થઈ ગયું છે, જેનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ સાથે લદ્દાખમાં એરફોર્સને ચોથું એરબેઝ મળ્યું છે.
લદ્દાખને મળ્યું ચોથું એરબેઝ
એરફોર્સના એર ચીફ માર્શલ એ.પી. સિંહે આજે લદ્દાખના નવનિર્મિત ન્યોમા એરબેઝ પર C-130 J સુપર હરકુલસ એરક્રાફ્ટનું લેન્ડિંગ કરીને તેનું ઉદ્ધાટન કર્યું હતું. ન્યોમા લદ્દાખમાં સિંધૂ નદીના કિનારે આવેલું છે. તે લેહથી લગભગ 180 કિમી દૂર આવેલું છે. અહીં પહેલા સામાન્ય લેન્ડિંગ સ્ટ્રિપ હતી, પરંતુ હવે અહીં 2.7 કિમીનો પાક્કો રન વે અને એેર ટ્રાફિક કંટ્રોલની પણ સારી સુવિધા છે.
આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર જેટ્સ રિટાયર: હવે આ વિમાનોનું શું થશે?
BIG
— Vivek Singh (@VivekSi85847001) October 30, 2025
India's Changthang Nyoma Airbase in East Ladakh, World’s highest at 13,700 ft is now fully operational. Great boost in capabilities of IAF Still DBO at 16,700 is World's highest but its not fully operational Airbase. pic.twitter.com/2k15MyxXPn
ન્યોમા એરબેઝ લાઈન ઓફ કંટ્રોલથી લગભગ 35 કિમી દૂર તથા 13700 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ સાથે તે વિશ્વનું સૌથી ઉંચું એક્ટિવ ફાઇટર એરબેઝ બની ગયું છે. આ એરબેઝ ઓપરેશનલ થવાથી એરફોર્સની ક્ષમતામાં વધારો થશે.
કોઈ પણ ફાઈટર જેટ માટે સક્ષમ એરબેઝ
લદ્દાખના લેહ ખાતેનું એરબેઝ પણ ઓપરેશનલ છે. આ સિવાય કારગિલ અને થોઇસ(સિયાચિનનો બેઝ)માં પણ તમામ સુવિધાઓ ધરાવતો રન વે છે. દૌલત બેગ ઓલ્ડીમાં પણ એક રન વે છે. પરંતુ તે માટીથી બનેલો છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર જેટની ભરી ઉડાન: પાકિસ્તાને ફેલાવેલી અફવાનો પણ કર્યો પર્દાફાશ
ઉલ્લેખનીય છે કે, 1962માં ભારત-ચીનના યુદ્ધ દરમિયાન એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એએન-32ના હિસાબથી તેને તૈયાર કરવામાં આવ્યું હતું. હવે અહીં C-130 J અને IL-76 જેવા એરક્રાફ્ટ પણ લેન્ડિંગ કરી શકશે. ખાસ વાત તો એ છે કે, આ એરબેઝ પર Su-30 MKI ફાઈટર જેટના ઓપરેશનની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, આ એરબેઝ હવે કોઈપણ ફાઈટર જેટ ઓપરેટ કરવા માટે સક્ષમ બની ગયું છે.



