ટોપ ન્યૂઝનેશનલ

હોળીના દિવસે વહેલી સવારે આ બે રાજ્યોમાં ભૂકંપના આંચકા…

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી હિમાલય ક્ષેત્રોમાં ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે. આજે શુક્રવારે વહેલી સવારે લદ્દાખની ધરતી ધ્રુજી હતી, અહેવાલ મુજબ કારગિલ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો (Earthquake in Ladakh) હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(National Center for Seismology) એ ભૂકંપની પુષ્ટિ કરી છે. લદ્દાખ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અહેવાલ મુજબ ભારતીય સમય મુજબ 2:50 વાગ્યાની વાગ્યાની આસપાસ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 15 કિમી હતી. જમ્મુ અને શ્રીનગરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની જાણકારી આપી હતી.

Also read : Tamil Nadu ની સ્ટાલિન સરકારે હિન્દી વિરુદ્ધની લડતમાં બદલ્યો રૂપિયાનો સિમ્બોલ…

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ:
લદ્દાખમાં ભૂકંપના માત્ર ત્રણ કલાક પછી, ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સવારે 6 વાગ્યે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ વિસ્તારમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

લદ્દાખ અને લેહ બંને દેશના સિસ્મિક ઝોન-IV માં આવેલ છે, આ વિસ્તારો ભૂકંપનું ઉચ્ચ જોખમ રહેલું છે. હિમાલય ક્ષેત્રમાં સ્થિત હોવાથી, આ વિસ્તાર ભૂકંપની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

ગઈ કાલે 13 માર્ચે બપોરે 2 વાગ્યે તિબેટમાં પણ 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા મહિને 27 ફેબ્રુઆરીના રોજ આસામના મોરીગાંવ જિલ્લામાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ગુવાહાટી અને રાજ્યના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button