PM Modi એ કુવૈતમાં ભારતીય કામદારોને મળ્યા, કહ્યું ગરીબોનું સન્માન સૌથી મહત્વપૂર્ણ
કુવૈત: ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)બે દિવસના કુવૈત પ્રવાસે છે. જેમાં પીએમ મોદીએ શનિવારે કુવૈતમાં ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ કુવૈતમાં કામ કરતા ભારતીય કામદારોને મળ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાને દેશના વિકાસમાં ભારતીય કામદારોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2047માં ભારતને વિકસિત બનાવવામાં ભારતીય કામદારો મહત્વની ભૂમિકા ભજવશે.
આ મહત્વાકાંક્ષા મારા દેશની તાકાત
ભારતીય કામદારો સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, જ્યારે હું વર્ષ 2047માં વિકસિત ભારતની વાત કરું છું કારણ કે ભારતના મારા મજૂર ભાઈઓ જેઓ તેમના ઘરથી દૂર કામ કરે છે. તેઓ પણ તેમના ગામ વિશે વિચારે છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બની શકે તે વિચારે છે. આ મહત્વાકાંક્ષા મારા દેશની તાકાત છે.
140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર
વડાપ્રધાને કહ્યું, ‘હું સતત વિચારું છું કે મારા દેશના ખેડૂતો અને મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું લોકોને મહેનત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેઓ 10 કલાક કામ કરી શકે છે. તો મારે પણ 11 કલાક કામ કરવું જોઈએ. જો તેઓ 11 કલાક કામ કરે છે તો મારે પણ 12 કલાક કામ કરવું જોઈએ. તમે તમારા પરિવાર માટે સખત મહેનત કરો છો, હું પણ મારા પરિવાર માટે સખત મહેનત કરું છું. 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. તેથી મારે થોડી વધારે મહેનત કરવી પડશે.
મારા માટે ગરીબોનું સન્માન સૌથી મહત્વનું
પીએમ મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ માત્ર રોડ, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન નથી પરંતુ ગરીબોના ઘરમાં શૌચાલય પણ મારા માટે વિકાસ છે. અમે દેશમાં 11 કરોડ શૌચાલય બનાવવાનું નક્કી કર્યું છે. ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં ચાર કરોડ કાયમી મકાનો બન્યા છે. જેમાં 15-16 કરોડ લોકો રહે છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. હું લોકોને નળમાં પાણી આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારા માટે ગરીબોની ગરિમા અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે.
Also Read – PM Modi એ કુવૈતમાં કહ્યું, ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ
વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકશે
ભારતીય કામદારો સાથે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે ‘ભારતમાં ઇન્ટરનેટ સૌથી સસ્તું છે. હવે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં ગમે ત્યાંથી ઓનલાઈન વાત કરી શકે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી છે. વીડિયો કોલ કરવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે. આનાથી લોકોને ઘણી સરળતા મળી છે અને હવે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકશે.