કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા ગુડ ન્યુઝ, સીએમ યાદવે આપી જાણકારી
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ફરી એકવાર સારા સમાચાર મળવાના છે. અહીંની માદા ચિત્તા ગર્ભવતી છે અને બચ્ચાને જન્મ આપવાની છે. રાજ્યના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવે પોતે સગર્ભા માદા ચિતાના ફોટા સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુનોના સારા સમાચાર શેર કર્યા છે.
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘દેશના ‘ચિતા રાજ્ય’ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ટૂંક સમયમાં નવા બચ્ચાને જન્મ આપવા જઈ રહી છે. આ સમાચાર ‘પ્રોજેક્ટ ચિતા’ની મોટી સિદ્ધિ દર્શાવે છે. આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ પર્યાવરણીય સંતુલનમાં સતત સુધારો લાવનારો સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો :બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તા અને ચિંકારા સાથે હવે આ પ્રાણી માટે પણ સંર્વધન કેન્દ્ર ઊભું થશે
कूनो में आने वाली हैं खुशियां…
— Chief Minister, MP (@CMMadhyaPradesh) October 19, 2024
देश के 'चीता स्टेट' मध्यप्रदेश के कूनो नेशनल पार्क में जल्द ही मादा चीता नए शावकों को जन्म देने वाली है।
यह खबर 'चीता प्रोजेक्ट' की बड़ी उपलब्धि का प्रतीक है। आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में शुरू किया गया ये प्रोजेक्ट… pic.twitter.com/gLz8kD9HJ3
સીએમ યાદવે જોકે, માદા ચિત્તાનું નામ નથી જણાવ્યું, પણ ફોટોમાં જોવા મળતી માદા ચિત્તા વીરા જ હોઇ શકે છે. વીરાને ગયા મહિને ગ્વાલિયરથી પકડીને લાવવામાં આવી હતી. વિશેષજ્ઞો જણાવે છે કે આગામી થોડા દિવસમાં ગુડ ન્યુઝ મળી શકે છે. પાર્કમાં હાલમાં વીરા, નિર્ભા અને ધીરા એમ ત્રણ માદા ચિત્તા છે જે હજી સુધી માતા નથી બની, પણ વીરા જ નર ચિત્તા પવન સાથે વધુ સમય રહી હતી તેથી વીરા જ પ્રેગ્નેન્ટ હોવાની શક્યતા છે, એમ નેશનલ પાર્કના એક વનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.