નેશનલ

કભી તુમ સૂન નહીં પાયે, કભી મૈં કહે નહીં પાયા….. કુમાર વિશ્વાસની પોસ્ટ વાયરલ

નવી દિલ્હીઃ ડૉ. કુમાર વિશ્વાસ તેમની કાવ્યાત્મક શૈલી, ગઝલ, શેરો-શાયરી માટે જાણીતા છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહેતા હોય છે અને અનેક મુદ્દા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. એક સમયે તેઓ આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની સાથે હતા. જોકે, તેઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોવાથી તેમના અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણી વાર મતભેદો ઊભા થતાં હતા. તેથી તેમણે પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે, પક્ષ છોડ્યા બાદ પણ તેઓ સોશિયલ મીડિયા પર AAP વિશે ઘણી ટિપ્પણીઓ પોસ્ટ કરતા હોય છે, જેમાં સ્પષ્ટપણે AAP પર પ્રહાર જ હોય છે.

આજે પ્રપોઝ ડે છે અને એની સાથે જ આજે દિલ્હીની ચૂંટણીના પરિણામોનો મહત્વપૂર્ણ દિવસ પણ છે. આ અવસર પર કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ચર્ચામાં આવી છે. કભી તુમ સુન નહીં પાયી, કભી મૈં કહે નહીં પાયા લખીને તેમણે બ્રોકન હાર્ટ ઇમોજી શેર કર્યું છે. સાથે વીડિયો છે, જેના બોલ છે, બહુત બિખરા, બહુત તૂટા, થપેડે સહ નહીં પાયા, હવાઓં કે ઇશારો પર મગર મૈં બહે નહીં પાયા. અધૂરા અનસુના હી રહ ગયા યું પ્યાર કા કિસ્સા. કભી તુમ સૂન નહીં પાયી, કભી મૈં કહ નહીં પાયા –

તેમની આ પોસ્ટ પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. લોકોને લાગે છે કે કુમાર વિશ્વાસે આ કવિતા AAP અને અરવિંદ કેજરીવાલ સાથે સંબંધિત છે. એક જણે લખ્યું છે કે અભિનંદન ડૉક્ટર, આજે તમને સારા સમાચાર મળશે. તો વળી બીજાએ લખ્યું છે કે AAPને ખતમ કરવા બદલ ધન્યવાદ. જોકે, ઘણા લોકોને તેમની આ કવિતા ગમી છે અને તેમણે તેની પ્રશંસા પણ કરી છે.

દિલ્હીમાં ભાજપ રાજઃ-
દિલ્હી વિધાન સભા માટે પાંચ ફેબ્રુઆરીના મતદાન થયું હતું. આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થઇ રહ્યા છે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને AAPને ઘડો લાડવો થઇ ગયો છે. દિલ્હીના લોકોએ કેજરીવાલને ત્રીજી તક આપવાનો ઇનકાર કરી દીધો છે.

આ પણ વાંચો…પૈસા, દારૂ અને સત્તાના મદે કેજરીવાલનું પતન કર્યુઃ અન્ના હજારે

દરમિયાન દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો પરાજય થયો છે. આઅંગે કુમાર વિશ્વાસે પ્રતિક્રિયા આપી છે. મારા પર ભગવાન રામની કૃપા થઇ. તેમની કૃપાથી આજે હું આજે અહીં છું. ભગવાને મારા પર કૃપા કરી અને હું નિર્લજ્જ ( AAP પક્ષ) સર્કસમાંથી બહાર નીકળી ગયો. હું તેઓ બધા માટે પણ સારા ભવિષ્યની કામના કરું છું કે તેઓ સમાજમાં કોઇ ગંદકી ના ફેલાવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button