‘Thappad’કાંડમાં CISF Guardનો U-Turn, હવે કહે છે કે માતા માટે તો…
ચંદીદઢઃ બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી ચૂંટાયેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress And Newly Elected MP Kangana Ranaut)ને લાફો મારનાર સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌર (CISF Guard Kulwinder Kaur) ગઈકાલ સુધી માફી માંગી રહી છે અને તેણે ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હતું એવી માહિતી સીઆઈએસએફના જ વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. પરંતુ હવે આ મામલે મહિલા ગાર્ડે ઘુમજાવની નીતિ અપનાવતાં કહ્યું છે કે માતા માટે તો હું આવી 100 નોકરીઓને લાત મારી દઉં. સામે પક્ષે બોલીવૂડના સિંગર વિશાલ દદલાનીએ પણ મહિલા ગાર્ડની બાજુ લઈને તેને નોકરી આપવાની વાત કહી છે.
આ મામલે નવો ખુલાસો થઈ રહ્યો છે અને આ ખુલાસ પ્રમાણે કુલવિંદ કૌરે ઘૂમજાવની નીતિ અપનાવી છે અને હવે મહિલા ગાર્ડ કહી રહી છે કે માતા માટે તો હું આવી 100 નોકરીને લાત મારી દઉં. કંગના રનૌત કહે છે કે કિસાન આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસતી હતી, શું મારી માતા 100 રૂપિયા લઈને કિસાન આંદોલનમાં બેસવા ગઈ હતી?
બીજી બાજું કિસાન આંદોલનના કેટલાક નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છે કે જો આ મહિલા ગાર્ડ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો રસ્તા પર ઉતરશે, આંદોલન કરશે. સીઆઈએસએફની મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવી હોઈ તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે આ મામલાની તપાસ કરી રહેલાં સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીએ ચંદીગઢ એરપોર્ટ પર થયેલાં આ થપ્પડકાંડના હાઈવોલ્ટેજ ડ્રામા બાબતે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કંગના રનૌતને લાફો મારનાર સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌર હવે માફી માંગી રહી છે અને તેણે ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હતું. આ સિવાય જે જગ્યાએ તે હાજર હતી ત્યાં તેની ડ્યૂટી નહોતી પણ પંજાબ પોલીસની એક મહિલા કોન્સ્ટેબલ પાસેથી કંગના રનૌત એરપોર્ટ પર આવી રહી હોવાની માહિતી મળી હતી.
દરમિયાન જ્યાં એક તરફ બોલીવૂડના સેલેબ્સ કંગના રનૌતની ફેવરમાં બોલી રહ્યા છે ત્યાં બોલીવૂડના જ સિંગર વિશાલ દાદલાની (Bollywood Singer Vishal Dadlani)એ કંગના રનૌતને લાફો મારનાર સીઆઈએસએફ મહિલા ગાર્ડને નોકરી ઓફર કરવાની વાત કરી છે.
Also Read –