નેશનલ

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટનાઃ ત્રણ મહિલા સહિત છનાં મોત

કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુના મણિકર્ણમાં આજે એક ભૂસ્ખલનની ભયાનક દુર્ઘટના બની છે. ભૂસ્ખલનને કારણે અનેક વાહનો નીચે આવી ગઈ હતી. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોનું મોત થયા છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી. હજુ પણ અનેક લોકો દટાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વૃક્ષ તૂટીને રસ્તા પર પડી જતા અનેક લોકો દટાયા

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, આ ભયાનક અકસ્માતના કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. મણિકર્ણ ગુરૂદ્વારા સામે વૃક્ષ પડવાથી 6 લોકોમાં મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે, જ્યારે પાચં લોકોને ઈજા પહોંચી છે.

ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે મણિકર્ણ ગુરુદ્વારાની સામે જ એક ચીડનું વૃક્ષ તૂટીને રસ્તા પર પડી ગયું હતું, જેના કારણે ત્યાં ઊભેલા સ્થાનિકો અને પ્રવાસીઓ કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ કુલ્લુના એસડીએમ વિકાસ શુક્લા પણ ઘટનાસ્થળે આવી પહોચ્યા અને તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો: અમેરિકામાં આફતઃ ભારે વરસાદના કારણે દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂસ્ખલનની આશંકા

ભૂસ્ખલનને કારણે વૃક્ષ નીચે પડી ગયા હોવાની આશંકા

આ અકસ્માત પાંચ વાગ્યાના સુમારે થયો હતો. ગુરુદ્વારા સામે ઉપરથી ચીડનું ઝાડ પડ્યું હતું, જેથી કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. તેની નીચે પણ દટાયેલા લોકોને શોધવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે.

રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યારે એવી આશંકા છે કે ભૂસ્ખલનને કારણે વૃક્ષ ટેકરી પરથી નીચે પડી ગયું અને તેની સાથે મોટો કાટમાળ પણ નીચે આવી ગયો હતાં, જેમાં ઘણા લોકો દટાયેલા હોવાની આશંકાઓ છે.

વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે પોલીસે આપેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. બાકીના લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button