ટોપ ન્યૂઝનેશનલ

UN માં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર, કહ્યું- આંતરરાષ્ટ્રીય દાન પર જીવો છો, અમારી પાસેથી શીખો…

જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 58મા સત્રની (7th Meeting- 58th Session of Human Rights Council) સાતમી બેઠકમાં ભારતે (India) પાકિસ્તાનને (Pakistan) આડે હાથ લીધું હતું. ભારતીય અધિકારી ક્ષિતિજ ત્યાગીએ (Indian Diplomat Kshitij Tyagi) કહ્યું કે, પાકિસ્તાન તેના સૈન્ય-આતંકવાદી જાળ દ્વારા ફેલાવવામાં આવતું જુઠાણું શરૂ રાખે છે જોવું દુખદ છે. પાકિસ્તાને અમારી પાસેથી શીખવાની જરૂર છે. ભારતે કહ્યું, પાકિસ્તાન એક અસફળ રાષ્ટ્ર છે. જે આંતરરાષ્ટ્રીય સહાયતા પર નિર્ભર રહે છે અને આતંકવાદ ફેલાવવા માટે પોતાના સૈન્ય-આતંકવાદી નેટવર્કનો ઉપયોગ કરે છે.

Also read : 43.55 કરોડ રૂપિયા આપીને બનો અમેરિકાના નાગરિક, જાણો શું છે ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ યોજના…

બેઠકમાં ભારતીય અધિકારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે, પાકિસ્તાન તેના સૈન્ય-આતંકવાદી જાળ દ્વારા ફેલાવવામાં આવેલું જુઠાણુ ચાલું રાખે છે અને ઓઆઈસીનો તેનું મુખપત્ર બનાવીને મજાક ઉડાવી રહ્યું છે. તેમણે પાકિસ્તાનને ભારત સામેના તેના ખોટા દાવા અને નાગરિકોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પાકિસ્તાન લોકશાહી મૂલ્યો અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે અને કોઈને ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી.

જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ત્યાગીએ જણાવ્યું, આ ક્ષેત્ર હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ થઈ છે, જે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ હોવા છતાં ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Also read : અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ

ભારતે જવાબ આપવાના પોતાના અધિકારાનો ઉપયોગ કરીને કહ્યું કે, આ નિવેદન પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા પાયાવિહણા જુઠ્ઠાણાનો જવાબ છે. ઉલ્લેખનીય છે કે ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વતીનેની હરિશે પણ 19 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે જમ્મુ – કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ખોટી માહિતીના અભિયાનની સખત નિંદા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button